તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th November 2025
સરહદી સુરક્ષા સજ્જડ કેવી રીતે બનાવવી ? ફૂલપ્રૂફ રિપોર્ટ કેન્દ્રમાં મોકલવા ભારે ધમધમાટ......
૩૦ સિનિયર IPS અધિકારીઓ સાથે ગળહમંત્રી હર્ષભાઈ સંઘવીની ભારત પાકિસ્તાન બોર્ડરના ગામોમાં ૪૮ કલાક રહેવા પાછળ રાષ્ટ્રીય સુરક્ષા માટે જબ્બરજસ્ત પ્લાનિંગના ભાગરૂપે અમિતભાઈ, અને સ્વતંત્ર હવાલો ધરાવતા ગળહમંત્રીનું સંયુક્ત અભીયાન છે., રાજ્ય સરકાર રિપોર્ટ તૈયાર કરશે : લોકોના સહયોગથી સાગર સુરક્ષા અભિયાન સફળ થતા હવે સરહદ સુરક્ષા ફૂલ પ્રૂફ કરવા રાજ્ય અને કેન્દ્ર દ્વારા કવાયત શરૂ, અકિલા સમક્ષ સિનિયર સૂત્રો ભીતરની વાત વર્ણવે છે... : લોકોને અધિકારીઓ પોતીકા લાગે તે માટે ગળહમંત્રી સહિતના IPS ટ્રેનમાં ગયા, ફાઈવસ્ટાર હોટલના બદલે નાના ગામમા જેવી સુવિધા હતી ત્યાં રાતવાસો કર્યો, ખાટલે બેસી મોડી રાત સુધી લોકોના મનની વાત જાણી... : દરેક IPSને બબ્બે ગામની જવાબદારી આપનાર હર્ષભાઈ દ્વારા પોતે ૪ ગામોની જવાબદારી લીધી, આશાપુરા માતાજીના દર્શન સાથે ગામમાં સહુ સાથે નીચે બેસી તમામ અધિકારીઓ દ્વારા ભોજન કર્યું, લોકોને શંકાસ્પદ વ્યક્તિ, હિલચાલ સમયે શું કરવુ તેની તાલીમ આપવામાં આવી

રાજકોટ, તા.૭: ગુજરાતના ઇતિહાસમાં સહુ પ્રથમ વખત સરહદી રાજ્ય કરછ વિસ્તારના ગામોની ઉડતી મુલાકાત નહિ, પરંતુ એજ ગામમાં જેવી સુવિધા હોય તે રીતે રાત્રી રોકાણ કરવાનું અને તેજ સ્થળે જમવાનું નાસ્તો કરવાનું આખું પ્લાનિંગ ત્યાર કરી રાજ્યના ગળહમંત્રી હર્ષભાઈ સંઘવી કે જેઓએ ૪ ગામ અને ૩૦ IPS કે જેઓને બબ્બે ગાન સુપ્રત થયેલ તેઓ કાયદો વ્યવસ્થા, કોઈ છીંડા, આરોગ્ય અને શિક્ષણ લગત કરેલ અભ્યાસનો આખો રિપોર્ટ તૈયાર થશે, જેનું સંકલન કરી આ રિપોર્ટથી કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહને વિસ્તળત રિપોર્ટ થશે, જે આધારે કેન્દ્ર દ્વારા પગલાંઓ સૂચવવામાં આવનાર હોવાનું આજે ૪૮ કલાકના મિશન પૂર્ણ થયે અકિલા સમક્ષ જણાવ્યું છે.
અત્રે એ યાદ રહે કે સૌરાષ્ટ ગુજરાતના વિશાળ દરિયાકાંઠા માટે જે રીતે ગળહમંત્રી હર્ષભાઈ સંઘવીના સૂચનથી લોક જાગળતિ માટે રાજકોટ રેન્જ ig કે જેવો ઉતર સૌરાષ્ટ્ર વડા છે તેઓ દ્વારા પોતાના તાબાના એસપીઓ સાથે ચર્ચા કરી ભૂતકાળમાં આ સાગર કાંઠાની સુરક્ષા માટે સાગર કાઠા નજીક રહેતા લોકોને પોલીસ મિત્ર બનાવી જે રીતે જાસૂસ જેવી તાલીમ આપી કોઇ શંકાસ્પદ હિલચાલ કે લોકો જણાય તો નજીકના પોલીસ મથકને જાણ કરવા ફોન નંબર આપી વિશેષ તાલીમ આપવામાં આવી છે, તેવું આખું આયોજન કેન્દ્રીય મંત્રી અમીતભાઈ શાહ અને હર્ષભાઇ સંઘવી ગુજરાતની સરહદો માટે કરવા માંગે છે.
ગુજરાતના ગળહ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સાંભળ્યા પછી તુર્ત આ માટે ઘડેલ યોજનામાં લોકોને તેમને સાંભળવા તેમની સમસ્યા જાણવા આવેલ અધિકારીઓ મોટા રસાલાને બદલે ટ્રેનમાં જાય તેવું ગોઠવ્યું અને શરૂઆત પોતાનાથી જ કરી, બીજું IPS અધિકારીઓએ બબ્બે ગામ અને પોતે ૪ ગામની અર્થાત્ ડબ્બલ જવાબદારી સંભાળી. તેવો પણ ફાઈ સ્ટાર હોટલને બદલે ગામના ઝૂપડા સંસ્કળતિ જેવા ભૂંગામાં ઉતાર્યા, IPS અધિકારીઓ પણ ગામમાં જે સગવડ હતી ત્યાં જ રાતવાસો કર્યો, લોકો સાથે નીચે બેસીને જમ્યા, ખાટલા પરિષદ કરી અને તેમના મનની વાત સાંભળો, આશાપુરા માતાજીના દર્શન કર્યા, હર્ષભાઈ દ્વારા શીખ સમુદાય સાથે દર્શન કર્યાં, બોર્ડર સિકયુરિટી ફોર્સ પાસેથી બોર્ડરની વાસ્તવિક પરિસ્થિતિ જાણી, ગ્રામ જનોને ગામમાં આવતા અજાણ્યા શખ્સો અંગે પોલીસને જાણ કરવા વિવિધ નંબરો આપવામાં આવ્યા, બોર્ડર વડા ચિરાગ કોરડીયા દ્વારા વ્યવસ્થા તંત્ર સાથે તેઓએ શું શું સાવચેતી રાખવી તેની માહિતી આપવામાં આવી આ ૪૮ કલાકની વિઝિટ ભવિષ્યમાં ખૂબ ફળદાઈ બંને તે માટે અદભુત પ્લાનિંગ સમી બની રહી.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
