News of Friday, 7th November 2025
સુરત: સારોલીની કુબેરજી ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, દસમા માળે અફરાતફરી

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટના દસમા માળે આજે બપોરે આગ લાગતાં વેપારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરીમાં યુદ્ધના ધોરણે જોડાયો છે.
ફાયર બ્રિગેડની પંદરથી વધુ ગાડીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો.
આગ બિલ્ડીંગના ઉપલા માળે હોવાથી ફાયરના જવાનોને તેને કાબૂમાં લેવામાં પડકારોનો સામનો કરવો પડ્યો હતો. હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. કાપડનો મોટો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થવાની આશંકા છે. આગ લાગવાનું કારણ હજુ અસ્પષ્ટ છે, જેની તપાસ ફાયર વિભાગની કામગીરી બાદ હાથ ધરાશે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
