<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

વંદે માતરમ.. હીરામણિ સંકુલમાં નરહરિ અમીનની આગેવાનીમાં ઉજવણી

રાજકોટ, તા.૭: રાષ્‍ટ્રગીત વંદે માતરમની ૧૫૦ મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્‍ટ્રવ્‍યાપી ઉજવણીના ભાગરૂપે હીરામણી સ્‍કૂલમાં રાષ્‍ટ્રગીત વંદેમાતરમનું સામુહિક ગાન કરવામાં આવ્‍યું તથા રોજિંદા જીવનમાં વધુ ભારતીય વસ્‍તુઓનો ઉપયોગ કરીશ, આયાતી વસ્‍તુઓને બદલે વૈકલ્‍પિક એવી સ્‍વદેશી વસ્‍તુઓને જ અપનાવીશ. ઘર, કાર્યસ્‍થળ અને સમાજમાં ભારતીય વસ્‍તુઓને પ્રાથમિકતા આપીશ એવી શપથ લીધી, જેમાં શાળાના ૩૫૦ વિદ્યાર્થીઓ ઉપરાંત સંસ્‍થાના પ્રમુખ અને રાજ્‍યસભાના સાંસદ સભ્‍યશ્રી નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્‍ટી ડો.વરૂણ અમીન, અંગ્રેજી માધ્‍યમના આચાર્ય ભાગ્‍યેશ જોષી, ગુજરાતી માધ્‍યમના આચાર્યા ભારતી મિશ્રા, કો-આર્ડિનેટર અને શિક્ષકો ઉપસ્‍થિત રહયા હતા. તેમ ભગવત અમીન સી.ઈ.ઓ. જણાવે છે. 

(3:53 PM IST)