<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

સમાજ માટે 32 લક્ષણા પુરુષ તરીકે બલિદાન આપવું પડશે તો આપી દઈશ : ઠાકોર સમાજના સંમેલનમાં અલ્પેશ ઠાકોરે સાંકેતિક રાજકીય ઇશારો કર્યો

વાવડીમાં પાણી ખૂટે એટલે અલ્પેશ ઠાકોર એનું બલિદાન આપશે :અલ્પેશ ઠાકોરે કહ્યું આ મારો ઈશારો છે. આ ઇશારામાં જે સમજવું હોય એ સમજી જજો

બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ખાતે ઠાકોર સમાજના સંમેલનમાં દિયોદર ધારાસભ્ય કેશાજી ઠાકોર, અલ્પેશ ઠાકોર અને સાંસદ ગેનીબેન ઠાકોર એક મંચ પર આવ્યા હતા. આ પ્રસંગે અલ્પેશ ઠાકોરે એક સાંકેતિક રાજકીય ઇશારો કર્યો હતો. અલ્પેશ ઠાકોરે કહ્યું આ મારો ઈશારો છે. આ ઇશારામાં જે સમજવું હોય એ સમજી જજો. સમાજ માટે 32 લક્ષણા પુરુષ તરીકે બલિદાન આપવું પડશે તો આપી દઈશ. વાવડીમાં પાણી ખૂટે એટલે અલ્પેશ ઠાકોર એનું બલિદાન આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રીમંડળના વિસ્તરણ બાદ દિયોદરમાં પણ અલ્પેશ ઠાકોરે આવી ઈશારાભરી વાતો કરી હતી, આજે પાલનપુરમાં પણ અલ્પેશ ઠાકોરે રજકીય ઇશારો કર્યો છે.

 

(6:32 PM IST)