તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 7th November 2025
વિમેન્સ વર્લ્ડકપ જીત્યા બાદ રાધા યાદવ કાલે વડોદરા આવશે:ભવ્ય સ્વાગત સાથે એરપોર્ટથી રોડ શો યોજાશે
રોડ શો એરપોર્ટ સર્કલ, મીરા ચાર રસ્તા, ગાંધી પાર્ક, સંગમ ચાર રસ્તા, કારેલીબાગ પાણીની ટાંકી, મુક્તાનંદ સર્કલ, આનંદનગર અને અમિતનગર જેવા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને કૃગારા ક્રિકેટ એકેડમી ખાતે પૂર્ણ થશે.

વડોદરા શહેરની ગૌરવ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રાધા યાદવ વિમેન્સ વર્લ્ડકપ જીત્યા બાદ આવતીકાલે 8 નવેમ્બરે પ્રથમવાર વડોદરા આવી રહી છે અને તેના સન્માનમાં એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રાધા યાદવ રાત્રે 8 વાગ્યે વડોદરા એરપોર્ટ પર આવશે, જ્યાંથી આ રોડ શોનો પ્રારંભ થશે. રોડ શો એરપોર્ટ સર્કલ, મીરા ચાર રસ્તા, ગાંધી પાર્ક, સંગમ ચાર રસ્તા, કારેલીબાગ પાણીની ટાંકી, મુક્તાનંદ સર્કલ, આનંદનગર અને અમિતનગર જેવા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને કૃગારા ક્રિકેટ એકેડમી ખાતે પૂર્ણ થશે. રાધા યાદવના સ્વાગત માટે મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ અને સ્થાનિક લોકો ઉમટી પડશે તેવી સંભાવના છે.
આ રોડ શોમાં બીએસએની ખેલાડીઓ, ક્લબ અને અન્ય ક્લબની છોકરીઓ પણ જોડાશે. આ ઉપરાંત વડોદરાના મહાનુભાવો પણ જોડાશે. રાધા યાદવ વડોદરા માટે સ્વાભિમાન બની ગઇ છે. જે રીતે હાર્દિક પંડ્યા, ઈરફાન પઠાણ માયે વડોદરાને માન છે, હવે તેમાં વધારો થયો છે. વડોદરાને હવે પુરુષ ક્રિકેટર સાથે વિશ્વ ચેમ્પિયન બનેલી વિમેન્સ ટીમમાં સામેલ રાધા યાદવનો ઓન સમાવેશ થતા, શહેર માટે વધુ એક ગર્વની વાત છે. જે રીતે હાર્દિક પંડ્યાનો ભવ્ય રોડ શો વડોદરામાં યોજાયો હતો અને મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ જોડાયા હતા, એજ રીતે આવતીકાલે રાધા યાદવ માટે પણ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ રોડ શોમાં જોડાય તેવી આશા છે.
વડોદરા શહેરની ગૌરવ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રાધા યાદવ વિમેન્સ વર્લ્ડકપ જીત્યા બાદ આવતીકાલે 8 નવેમ્બરે પ્રથમવાર વડોદરા આવી રહી છે અને તેના સન્માનમાં એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
રાધા યાદવ રાત્રે 8 વાગ્યે વડોદરા એરપોર્ટ પર આવશે, જ્યાંથી આ રોડ શોનો પ્રારંભ થશે. રોડ શો એરપોર્ટ સર્કલ, મીરા ચાર રસ્તા, ગાંધી પાર્ક, સંગમ ચાર રસ્તા, કારેલીબાગ પાણીની ટાંકી, મુક્તાનંદ સર્કલ, આનંદનગર અને અમિતનગર જેવા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને કૃગારા ક્રિકેટ એકેડમી ખાતે પૂર્ણ થશે. રાધા યાદવના સ્વાગત માટે મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ અને સ્થાનિક લોકો ઉમટી પડશે તેવી સંભાવના છે.
આ રોડ શોમાં બીએસએની ખેલાડીઓ, ક્લબ અને અન્ય ક્લબની છોકરીઓ પણ જોડાશે. આ ઉપરાંત વડોદરાના મહાનુભાવો પણ જોડાશે. રાધા યાદવ વડોદરા માટે સ્વાભિમાન બની ગઇ છે. જે રીતે હાર્દિક પંડ્યા, ઈરફાન પઠાણ માયે વડોદરાને માન છે, હવે તેમાં વધારો થયો છે. વડોદરાને હવે પુરુષ ક્રિકેટર સાથે વિશ્વ ચેમ્પિયન બનેલી વિમેન્સ ટીમમાં સામેલ રાધા યાદવનો ઓન સમાવેશ થતા, શહેર માટે વધુ એક ગર્વની વાત છે.
જે રીતે હાર્દિક પંડ્યાનો ભવ્ય રોડ શો વડોદરામાં યોજાયો હતો અને મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ જોડાયા હતા, એજ રીતે આવતીકાલે રાધા યાદવ માટે પણ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ રોડ શોમાં જોડાય તેવી આશા છે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
