<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

વડોદરામાં એક પોલીસ કોન્સ્ટેબલે એક યુવકની મોપેડ સળગાવી તેને માર માર્યો હોવાની ફરિયાદ

ફરિયાદના આધારે પોલીસે કોન્સ્ટેબલ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી

વડોદરામાં એક પોલીસ કોન્સ્ટેબલે એક યુવકની મોપેડ સળગાવી તેને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવકની ફરિયાદના આધારે પોલીસે કોન્સ્ટેબલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.  કુંઢેલાનો સરફરાઝ ગરાસિયા નામનો વ્યક્તિ વડોદરા ખાતે નોકરી કરે છે. તે નવલખી મેદાનમાં મહિલા મિત્ર સાથે બેઠો હતો. ત્યારે આ કોન્સ્ટેબલ નિલેશ બારૈયા તેના ભત્રીજા ભૌતિક ભીલ અને તેના મિત્ર ચતુર બારિયા સાથે ત્યાં પહોંચ્યો હતો. તેમણે સરફરાઝ અને તેની મિત્ર સાથે પુછપરછ કરી હતી.

  કોન્સ્ટેબલે સરફરાઝના મોપેડના કાગળો પૂરતા નહીં હોવાથી સમાધાન કરવાની વાત કરી હતી. સરફરાઝે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કોન્સ્ટેબલ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.    

(10:50 PM IST)