તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
રાજ્યમાં ડિસેમ્બર સુધી અલગ અલગ તબક્કે કમોસમી વરસાદી માહોલ બનશે : અંબાલાલ પટેલની આગાહી
હવે રાજ્યમાં ધીમે ધીમે રવિ પાકો માટેનું હવામાન સાનુકૂળ થતું રહેશે અને લઘુત્તમ તાપમાન ઘટતું જશે

અમદાવાદ :છેલ્લા ઘણાં દિવસથી ગુજરાતના અલગ અલગ ભાગમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે.
અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ડિસેમ્બર સુધી અલગ અલગ તબક્કે કમોસમી વરસાદ જોવા મળી શકશે. હવે રાજ્યમાં ધીમે ધીમે રવિ પાકો માટેનું હવામાન સાનુકૂળ થતું જશે. લઘુત્તમ તાપમાન ઘટતું જશે. લઘુત્તમ તાપમાન રાજ્યના ભાગોમાં 17 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે.
15 નવેમ્બર બાદ લઘુતમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેશે. મહત્તમ તાપમાન 29 ડિગ્રીથી 32 ડિગ્રી સુધી જશે. રવિ પાક ઘઉં, જેવા પાકો 15 નવેમ્બરથી મસાલાના પાક, જીરા જેવા પાકો માટે હવામાન સાનુકૂળ જણાશે. આ ઉપરાંત ઝાકળ પડવાના કારણે ચણા જેવા પાક અને રાયડા જેવા પાકોને સાનુકૂળ રહેશે.
18 નવેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. 24 નવેમ્બરથી મહિનાના અંત સુધીમાં ભારે વાવાઝોડું બનવાની શક્યતાઓ છે. જેની અસર દક્ષિણ પૂર્વીય તટો અને દક્ષિણ ભારતમાં રહેવાની શક્યતાઓ છે.
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
