<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકના આયોજનના સ્વપ્ન વચ્ચે અમદાવાદ શહેરમાં ખૂબ મોટા સુધારની જરૂર: ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટ કહ્યું કે ટ્રાફિકની સમસ્યા એટલી છે કે ખાનગી લોકો અને સામાન્ય નાગરિકોએ ટ્રાફિકનું સંચાલન કરવાની ફરજ પડે છે

અમદાવાદ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને હાઇકોર્ટમાં મહત્વની સુનાવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટ કહ્યું કે કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકના આયોજનના સ્વપ્ન વચ્ચે શહેરમાં ખૂબ મોટા સુધારની જરૂર છે.  શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાદ ટ્રાફિકની ખૂબ જ ગંભીર સમસ્યા જે મામલે મેન પાવરની અત્યંત અછત નારી આંખે દેખાઈ આવે છે.

ગુજરાત હાઇકોર્ટ કહ્યું કે ટ્રાફિકની સમસ્યા એટલી છે કે ખાનગી લોકો અને સામાન્ય નાગરિકોએ ટ્રાફિકનું સંચાલન કરવાની ફરજ પડે છે. સરકાર તરફથી હાઇકોર્ટમાં ખાતરી અપાઈ છે. ટ્રાફિક સહિતના પ્રશ્નો મામલે ગૃહ વિભાગ દ્વારા 4 સભ્યોની વિશેષ કમિટી બનાવવામાં આવી છે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના IGP, અમદાવાદ ટ્રાફિક DCP ની દેખરેખ હેઠળ કમિટી કામગીરી કરશે.આવનાર 15 વર્ષના શહેરી બાંધકામ અને ટ્રાફિકના સુચારૂ વ્યવસ્થાપન માટે એજન્સીને કામગીરી સોંપવાની તૈયારી છે.   રાજ્ય સરકારે કહ્યું કે ક્યાં કેવા પ્રકારનું આયોજન થઈ શકે છે, અને ક્યાં ટેક્નોલોજીના માધ્યમથી સુધાર લાવી શકાય તે તમામ કામગીરી એજન્સી મારફતે કરવામાં આવશે. ટ્રાફિકની જરૂરિયાતો પૂર્ણ કરવા મહતમ કામગીરી કરવા રાજ્ય સરકારે ખાતરી આપી છે. 12 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.

(12:34 AM IST)