News of Saturday, 8th November 2025
સરકારે ઉદ્યોગોના ટેક્સ અને દેવા માફ કર્યા એમ ખેડૂતોના માફ કરો : માત્ર ગુજરાતમાં જ પાક વીમા યોજના બંધ કરવી ઐતિહાસિક ઘટના
10 હજાર કરોડના પેકેજ અંગે કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાની પ્રતિક્રિયા: ડબલ એન્જિનની સરકાર બેઠી ત્યારથી ખેતપેદાશના ભાવ નીચે ગયા છે

અમદાવાદ : ડબલ એન્જિનની સરકાર બેઠી ત્યારથી ખેતપેદાશના ભાવ નીચે ગયા છે. મજૂરીની ભાવ 4 ગણા ગયા છે. પાકવીમા યોજના બંધ કરાઇ છે. 10 હજાર કરોડના પેકેજ અંગે કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપના નેતાઓ સરકારની જાહેરાતને ઐતિહાસિક ગણાવી રહ્યા છે પરંતુ આ ઐતિહાસિક નથી. આ વર્ષે રાજ્યમાં ઐતિહાસિક વરસાદ અને નુકસાન થયું. 11 વર્ષમાં ખેત પેદાશના ભાવ ઐતિહાસિક સ્તરે નીચે આવ્યા છે. માત્ર ગુજરાતમાં જ પાક વીમા યોજના બંધ કરવી ઐતિહાસિક ઘટના છે. છેલ્લી 7 સિઝનથી રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂત પરેશાન છે. સરકારે ઉદ્યોગોના ટેક્સ અને દેવા માફ કર્યા એમ ખેડૂતોના પણ માફ કરો.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
