<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

રાજ્ય સરકારે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું તે અપૂરતું :ખેતીને નુકસાનનો આંકડો બહુ મોટો

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ સરકારનાં રાહત પેકેજની ઝાટકણી કાઢી:કમોસમી વરસાદના કારણે પાક નુકસાની સહાય પેકેજ જાહેર થતા કોગ્રેસની પ્રતિક્રિયા આપી

અમદાવાદ : રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યા બાદ કોંગ્રેસે પ્રહાર કર્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ પણ સરકારનાં રાહત પેકેજની ઝાટકણી કાઢી હતી. કમોસમી વરસાદના કારણે પાક નુકસાની સહાય પેકેજ જાહેર થતા કોગ્રેસની પ્રતિક્રિયા આપી હતી. કમોસમી વરસાદના કારણે ગુજરાતના તમામ ખેડૂતોની સ્થિતી કફોડી બની છે. ખેડૂતોનું મોટા ભાગનું વાવેતર નિષ્ફળ ગયું છે. મગફળી, કપાસ, સહિતના તમામ પાકોમાં નુકસાની પહોચી હતી. ખેડૂતો ફરી ઉભા થાય માટે સહાય માટે કોગ્રેસ પક્ષ માંગ કરતો હતો. સરકારે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું તે અપુર્તું છે. નુકસાનનો આંકડો બહુ મોટો છે. 72.50 લાખ હેકટર જમીનમાં નુકસાની છે. ગુજરાતના ખેડૂતોને પાક વિમાનો લાભ ન આપવા માટે સરકાર મક્કમ હોય તેવું લાગી રહ્યું છે. દ્ધારકા, ઉનામાંથી ખેડૂતો આપઘાત કરી રહ્યા છે. ખેડૂતો આક્રોશ સાથે માંગણી કરી રહ્યા છે.

 

(1:04 AM IST)