News of Saturday, 8th November 2025
સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3 ની 25 નવેમ્બરે લેવાનાર પરીક્ષા હવે 15મી ડિસેમ્બરે લેવાશે
ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી જાહેરાત મંડળની સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3 સંવર્ગની MCQ-CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન

ગાંધીનગર: દિવાળીના તહેવાર સમયે જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ વિભાગોની કુલ 12 જાહેરાતોની એમસીકયુ-કમ્પ્યુટર બેઝ્ડ રિક્રૂટમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લઈને પરીક્ષાની તારીખો જાહેર કરી હતી. જો કે માહિતી ખાતા હસ્તકની ભરતીના મુદ્દે વિવાદ સર્જાયો હતો. વિગતવાર અભ્યાસક્રમની જાહેરાતના અભાવે જાહેર કરવામાં આવેલી પરીક્ષાની તારીખ બદલવા અને વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.
ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા મંડળની વેબસાઇટ પર 18/10/2025 ના રોજ પ્રસિદ્ધ કરાયેલી જાહેરાત મંડળની સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3 સંવર્ગની MCQ-CBRT પદ્ધતિથીપરીક્ષાનું 25/11/2025 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. મંડળ દ્વારા વહીવટી કારણોસર મંડળ દ્વારા લેવાયેલા નિર્ણય અન્વયે સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3 ની 25/11/2025 ના રોજ લેવાનાર પરીક્ષા હવે 15/12/2025 સોમવારે લેવામાં આવે છે. જે સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા માટે જણાવવામાં આવે છે. તેવું અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
માહિતી અને પ્રસારણ વિભાગ/માહિતી નિયામક કચેરી હસ્તકની સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવી હતી. ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત અનુસાર આગામી 25 નવેમ્બરના રોજ સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે અન્ય ભરતી જાહેરાતની જેમ વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો હોવાથી ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા હતા.
ઉમેદવારો દ્વારા આ અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો સંપર્ક કરવામાં આવતા મંડળ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે માહિતી ખાતા તરફથી અમને વિગતવાર અભ્યાસક્રમ મળ્યો નથી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અન્ય ભરતી જાહેરાતોમાં પાછળથી વિગતવાર અભ્યાસક્રમ જાહેર કર્યો હતો.
જો કે માહિતી ખાતા હસ્તકની સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષા માટે વિગતવાર અભ્યાસક્રમ જાહેર કર્યા વગર જ પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવતા પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો મૂંઝવણમાં મુકાઇ ગયા હતા.
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
