તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 8th November 2025
વન વિભાગના RFO સોનલ સોલંકીને ગોળી મારવાની ચોંકાવનારા કેસમાં પતિ RTO ઇન્સ્પેક્ટર સામે ફરિયાદ
પતિ નિકુંજ ગૌસ્વામી ગુરુવારથી જ પિતાની સારવારના નામે કચેરીમાંથી રજા લઈને પલાયન

સુરત :વન વિભાગના RFO સોનલ સોલંકીને ગોળી મારવાની ચોંકાવનારી ઘટનામાં તેમના ભાઈ હાર્દિક સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે, તેમની બહેન અને RTO ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગૌસ્વામી વચ્ચે છેલ્લા એક વર્ષથી અણબનાવ ચાલી રહ્યો હતો. આ દરમિયાન નિકુંજે સોનલબેનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને સતત ટોર્ચર કરાતી હતી.
હાર્દિક સોલંકીએ આક્ષેપ કર્યો છે કે ગોળી કાં તો નિકુંજે પોતે, તેના પરિવારજને અથવા નિકુંજના માણસ દ્વારા મરાવવામાં આવી છે. આ ઘટના બાદ પતિ નિકુંજ ગૌસ્વામી ગુરુવારથી જ પિતાની સારવારના નામે કચેરીમાંથી રજા લઈને પલાયન થઈ ગયો છે.
બીજી તરફ, સોનલબેનની સ્થિતિ ગંભીર છે. ન્યૂરોસર્જન જતીન માવાણીના જણાવ્યા મુજબ, માથામાં વાગેલી ગોળી તેમના મગજના ડાબા ભાગ સુધી પહોંચી ગઈ છે અને હાલમાં તેમની સ્થિતિ વિશે કંઈ કહી શકાય તેમ નથી. બનાવ સમયે સોનલબેન સાથે કારમાં તેમનો ૪ વર્ષનો પુત્ર હાજર હતો, પરંતુ પૂછપરછ કરવા છતાં તે કશું બોલતો નથી. પોલીસે ફરાર પતિ નિકુંજ ગૌસ્વામીને શોધવા માટે ચાર અલગ-અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી દીધી છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
