News of Saturday, 8th November 2025
જીવનનું ઘડતર જિનવાણીનું ચિંતન વિચારોના ચણતરથી બને છેઃ નયશેખર મ.સા.
શંખેશ્વર તીર્થે જહાજ મંદિરે ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન સંપન્ન

રાજકોટઃ ઉત્તર ગુજરાત ની ધન્યધરા એ વઢીયાર પંથકમાં આવેલ શંખેશ્વર જૈન તીર્થ ખાતે શ્રી જહાજ મંદિર એન્કારવાલા ધામના ઉપક્રમે કલિકાલ કલ્પતરું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની છત્રછાયામાં અને શ્રી અષાઢીય પાર્શ્વનાથ પ્રભુના સાનિધ્યમાં માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વજી મહારાજાની ૫૦ માં (ગોલ્ડન જ્યુબિલી) દીક્ષા તિથિ નિમિત્તે મૌન વરિષ્ઠ મુનિરાજ પૂણ્યરત્ન મહારાજા સાહેબ,મુનિરાજ નયશેખર મહારાજ સાહેબ ની પાવનનિશ્રામાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન આયોજન કરવામાં આવેલ.જેમાં ૧૦૮ પાર્શ્વનાથ ભગવાનના વિવિધ ફોટોઓ મુકવામાં આવેલ.
સાથે સાથે એક એક પરમાત્માનો મહિમા સમજાવામાં આવેલ અને એક એક પરમાત્મા નું પૂજન કરવામાં આવેલ.આ સંપૂર્ણ પૂજન નો લાભ એક એક સદગ્રહસ્ત પરિવાર-મુંબઇ વાળા એ લીધેલ.આ પ્રસંગે જહાજ મંદિર ના સ્ટાફ ગણનું લાભાર્થી પરિવાર દ્વારા બહુમાન કરવામાં આવેલ.
આ ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન દરમ્યાન જૈનમુનિ નયશેખર મહારાજ સાહેબે શંખેશ્વર તીર્થનો મહિમા જણાવતા કહું હતું કે જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાં ત્રિવિસમાં તીર્થંકર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો મહિમા અપરંપાર છે.ગુજરાતના પાટણ જિલ્લાની ભૂમિ પર આવેલું શંખેશ્વર તીર્થ તેમની અદભૂત કળપા અને ચમત્કારોથી પ્રખ્યાત છે.અહીંના ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથની કળપાથી લાખો ભક્તોના દુઃખો દૂર થયા છે અને મનની મનોકામનાઓ પૂર્ણ થઈ છે.
શંખેશ્વર તીર્થનું ઈતિહાસ પ્રાચીન છે. કહેવાય છે કે રાજા ચંદ્રસેનના સમયમાં આ તીર્થની સ્થાપના થઈ હતી. શંખ જેવી પવિત્ર ભૂમિ પર ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ હતી અને ત્યારથી આ સ્થળ શંખેશ્વર તરીકે પ્રસિદ્ધ થયું.ભક્તો અત્રે જય જય પાર્શ્વ પાર્શ્વનાથના જાપથી પોતાના મનને શાંત કરે છે. ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા અત્યંત મનોહર છે ラ શાંત મુખમુદ્રા, કાળું રંગરૂપ અને મસ્તક પર સાપની છત્રછાયા ધરાવે છે. આ દર્શનથી ભક્તનું મન શાંત થઈ જાય છે અને જીવનમાં નવી શક્તિનો સંચાર થાય છે.દર વર્ષ હજારો ભક્તો શંખેશ્વર તીર્થની યાત્રા કરે છે.અહીં આવનારા દરેક યાત્રીને એવી અનુભૂતિ થાય છે કે ભગવાન પાર્શ્વનાથ સ્વયં તેમની રક્ષા કરી રહ્યા છે. કહેવાય છે કે જો ભક્ત નિષ્ઠાથી ઉવસગહરં સ્તોત્રનું પાઠ કરે, તો તેના જીવનના બધા વિઘ્નો દૂર થાય છે.
શંખેશ્વર પાર્શ્વનાથ માત્ર જૈનો માટે જ નહીં,પરંતુ સર્વ મનુષ્યો માટે શાંતિ અને કરુણાના પ્રતિક છે. તેમના ઉપદેશમાં અહિંસા, સત્ય, અપરિગ્રહ અને ક્ષમા જેવા મહાન સિદ્ધાંતો સમાયેલ છે. ભક્તિભરેલા મનથી જે કોઈ શંખેશ્વર તીર્થની યાત્રા કરે છે, તેને આત્મશાંતિ, સમળદ્ધિ અને સુખની અનુભૂતિ થાય છે.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો મુંબઇ, કચ્છ,અમદાવાદ,પાટણ,થરા વિગેરેથી ઉપસ્થિત રહેલ.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
