તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
એપ્રીલ-ર૦ર૬ થી સસ્તા અનાજની દૂકાને જથ્થો ઉતારતી વખતે તકેદારી સમિતિના બે ને બદલે પ૦ ટકા સભ્યો શું કામે ! પ્રચંડ રોષ
સમાધાનમાં બે સભ્યોના જ ફીંગરની વાત થયેલઃ હજારો દૂકાનદારો ભારે હતપ્રત થયા છે! હિતુભા જાડેજા : સમજૂતીનો ઉલાળીયો શું કામ કરાયોઃ સસ્તા અનાજના દૂકાનદાર એસો.ના અગ્રણીઓ લાલધૂમ

રાજકોટ, તા. ૮: સસ્તા અનાજના દુકાનદાર એસો.ના આગેવાન અને ઉપપ્રમુખ હિતુભા જાડેજાએ એક આક્રોશ સામે નિવેદનમાં જણાવ્યું હતું કે બે મોઢાળી નિષ્ઠુર સરકાર બોલીને ફરી ગઈ અગ્ર સચિવ નિયામક પુરવઠા તથા અન્યોએ જુઠ્ઠાણું ચલાવ્યુ વાજબી ભાવના દુકાનદારના એસોસિએશન સાથે મિટિંગ ના નાટકો કર્યા ખોટી હૈયા ધારણા આપી ને ફરી એક વાર વ્યાજબી ભાવના દુકાનદાર ભાઈઓને છેતર્યા હોવાની જાહેર થયેલા એક પરિપત્રમાં દેખાઇ આવ્યું છે.
હજુ ચાર નવેમ્બર ૨૦૨૫ ના રોજ રાજ્યના પુરવઠા પ્રધાન કેબિનેટ તથા રાજ્ય કક્ષાના બન્ને પ્રધાનની હાજરીમા ટોચના અધિકારીઓ ગુજરાત રાજ્ય ના મુખ્ય સચીવશ્રી અગ્ર સચિવ પુરવઠા નાયબ સચીવ પુરવઠા તથા અન્ય અધિકારીશ્રીઓ સાથે ગુજરાત રાજ્યના બે એસોસિયેશનના ટોચના આઠ આગેવાનોએ સાથે થયેલી સમજુતી મુજબ વેપારીભાઈઓ ની જુદી જુદી પાંચ માંગણીઓનો સ્વીકાર કરવામા આવ્યો હતો જેમા વાજબી ભાવની દુકાન ખાતે જથ્થો ઊતારતી વખતે તકેદારી સમિતી ના બે સભ્યોના બાયોમેટ્રિક ફિંગર ઓથેન્ટીકેશન લેવાના રહેશે આ પ્રકારની વેપારીભાઈઓ સાથે થયેલ સમજૂતી નો ઊલાળ્યો કરીને તા.૭-૧૧-૨૦૨૫ ના રોજ એક પરિપત્ર કરવામા આવ્યો છે જેમા સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે ૧ એપ્રિલ ૨૦૨૬ થી વાજબી ભાવની દુકાન ખાતે જથ્થો ઊતારતી સમયે તકેદારી સમીતીના પચ્ચાસ ટકા સભ્યોના બાયોમેટ્રિક ફિંગર ઓથેન્ટીકેશન કરવાનુ રહેશે એટલે કે પાંચ કે છ તકેદારી સમીતીના સભ્યોના બાયોમેટ્રિક ફિંગર ઓથેન્ટીકેશન કરવાના થશે આમ દુકાન ખાતે જથ્થો ઊતારતી વખતે બે તકેદારી સદસ્યના બાયોમેટ્રિક ફિંગર ઓથેન્ટીકેશન લેવાના મિટિંગ મા લેવાયેલા નિર્ણય નો ઊલ્લાળીઓ કરવામાં આવ્યો હતો અને વાજબી ભાવના દુકાનદાર ભાઈઓ ના એસોસિએશન સાથે કરવામા આવેલી સમજુતીનો દ્રોહ કરવામા આવ્યો છે.
વાજબી ભાવના દુકાનદાર ભાઈઓ સાથે થયેલી છેતરપિંડી થી રાજ્યના દુકાનદાર ભાઈઓમા જન્મેલી આશા પર પાણી ફરી વળ્યુ છે ગરીબ જરૂરિયાતમંદ ખેડૂત વંચિત અને દબાયેલા કચડાયેલા વર્ગ ની વહારે સદા સંવેદનશીલ રહેતા રાજ્યના મુખ્ય મંત્રીશ્રી ના શીરે કાળી ટીલી લાગે એવો નિર્ણય પેધી ગયેલા ટોચના અધિકારીઓએ લઈ રહ્યા હોય ત્યારે ગરીબ દબાયેલા અને કચડાયેલા વર્ગની ખો નિકળી રહી છે ખુબજ વિશ્વાસ ભર્યા વાર્તાવરણમા પુરી સૌજન્યશિલતા સાથે થયેલા સમાધાનો ભંગ થતા બન્ને એસોસિએશનના આગેવાનો હતપ્રત છે તથા વાજબી ભાવના દુકાનદાર ભાઈઓ પણ ખુબજ આહત થયા છે રાજ્ય સરકાર પર દરેક લોકો સંગઠનો અને સંસ્થાઓનો આધાર હોય છે રક્ષક તથા પોષક હોય છે ત્યારે સરકારમા રહેલા અધિકારીશ્રીઓ આવો અનૈતિક માર્ગ અપનાવે તો ગરીબોનો બેલી કોણ હશે આ સવાલ વેધક છે આનો જવાબ આપવાની ફરજ પણ નથી બજાવાઈ રહી, તેમ શ્રી હિતુભા જાડેજાએ ઉમર્યુ છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
