તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
બનાસકાંઠા: કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની કાર્યવાહી : નકલી દવાઓ મામલે વધુ બે આરોપીઓને ઝડપ્યા
આરોપીઓ પાસેથી 4 લાખની રોકડ પણ જપ્ત : બંને આરોપીઓને પાલનપુર કોર્ટમાં રજૂ કરાયા

બનાસકાંઠા: કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોએ કાર્યવાહી કરતા ગેરકાયદે નકલી દવાઓ મામલે વધુ બે આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી 4 લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. બંને આરોપીઓને પાલનપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે, અગાઉ પણ કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે ફેબ્રુઆરીમાં તપાસ કરી રહી હતી. ત્યારે, ધાનેરા અને થરાદમાં દરોડા પાડીને 2 આરોપીઓને ઝડપ્યા હતા. જે તે સમય તેમની પાસથી 5 કરોડની નકલી દવાઓ જપ્ત કરાઇ હતી તો, ફરીએક વાર નાર્કોટિક્સ ટીમને નકલી દવાઓ બાબતે જાણ થતા દરોડા પાડ્યા અને તપાસ કરી તો બિનઅધિકૃત અને પ્રતિબંધિત દવાઓ જપ્ત કરાઇ. જેમાં ગર્ભપાત માટેની દવાઓ પણ સામેલ છે. આ શખ્સો અમદાવાદની એક કંપનીના નામનો દુરૂપયોગ કરીને નકલી દવા વેચતા હતા. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓ 42 લાખથી વધુ દવાઓ માર્કેટમાં સપ્લાય કરી ચૂક્યા છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
