<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

થરાદ ખાતે સ્થાનિક પોલીસે સ્થળ પર જ 100 થી વધુ વાહનોના ગેરકાયદેસર કાળા કાચ ઉતરાવ્યા

ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે લાલ આંખ કરી

 વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે સ્થાનિક પોલીસે સઘન ટ્રાફિક ડ્રાઇવ યોજીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે લાલ આંખ કરી હતી. આ ડ્રાઇવમાં કાળા કાચ અને નિયમ મુજબની નંબર પ્લેટ વગરના વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પર જ 100 થી વધુ વાહનોના કાળા કાચ દૂર કરાવીને દંડ ફટકાર્યો હતો, સાથે જ નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરનારા બે વાહનોને ડિટેન (જપ્ત) પણ કર્યા હતા, જેથી માર્ગ સલામતી જળવાય અને ભવિષ્યમાં અકસ્માતો ઘટાડી શકાય

. વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે સ્થાનિક પોલીસ દ્વારા એક સઘન ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવનો મુખ્ય હેતુ ટ્રાફિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને પાઠ ભણાવવાનો હતો. પોલીસે ખાસ કરીને એવા વાહનોને નિશાન બનાવ્યા હતા, જેના પર કાળા કાચ (Black Film) લગાડેલા હતા અથવા તો જે વાહનો પર નિયમ મુજબની નંબર પ્લેટ નહોતી. થરાદ વિસ્તારમાં વધતા જતા ટ્રાફિક નિયમોના ભંગને ડામવા માટે પોલીસે આ પગલું ભર્યું છે.

(8:46 PM IST)