News of Saturday, 8th November 2025
સુરત જિલ્લામાં હત્યાનો સિલસિલો યથાવત :બારડોલીના કાકરાપાર નહેર પાસેથી મહિલાની હત્યા કરાયેલી મૃતદેહ મળ્યો
મૃતકના ગળાના ભાગે અને આંખના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા: મૃતક મહિલાના મોઢામાંથી અને માથાના ભાગે થી લોહી પણ જોવા મળ્યું

સુરત જિલ્લામાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કોસંબામાં બેગમાંથી મહિલાની હત્યા કરાઇ હતી તો ગઈકાલે બારડોલી તાલુકાના સેજવાડ ગામ પાસે થી પ્રસાર થતી કાકરાપાર નહેર પાસે થી મહિલાની હત્યા કરાયેલી મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી.
બારડોલી તાલુકાના સેજવાડ ગામ નજીક થી પ્રસાર થતી કાકરાપાર નહેર નજીક થી આશરે ૩૦ થી ૩૫ વર્ષની વયની મહિલાનો મૃતદેહ મળ્યો હતો સ્થાનિક ગ્રામજનો એ બારડોલી રૂરલ પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અજાણી મહિલાનો મૃતદેહ નો કબજો મેળવ્યો હતો. મૃતક ના ગળાના ભાગે અને આંખ ના ભાગે ઇજા ના નિશાન જોવા મળ્યા હતા. મૃતક મહિલાના મોઢામાંથી અને માથા ના ભાગે થી લોહી પણ જોવા મળ્યું હતું. મૃતક મહિલાના ડાબા હાથ પર અંગ્રેજી માં D અને આશા નામ નું છૂંદણું જોવા મળ્યું હતું. મહિલા ના મૃતદેહ પાસે થી એક લાકડા ટુકડો પણ પોલીસે કબ્જે કર્યો હતો.કોઈ અજાણ્યો પુરુષ હત્યા કરી ભાગી ગયો હતો . હાલ જિલ્લા પોલીસવડા એ પણ સ્થળ મુલાકાત કરી હતી. જિલ્લાના એલ. સી.બી.તેમજ એસ. ઓ જી. ની ટીમ સાથે સ્થાનિક રૂરલ પોલીસ ઘટના સ્થળે મુલાકાત લઈ વધુ તપાસ હાથધરી હતી.
હાલ તો રૂરલ પોલીસ એ એફ.એસ. એલ અને ડોગ સ્ક્રોડ ની મદદ મેળવી આરોપી ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે . જિલ્લા પોલીસવડા એ અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથધરી છે.રૂરલ પોલીસે હાઈવે પર આવેલ પેટ્રોલ પંપ તેમજ હોટલ ના સીસીટીવી ચેક કરી આરોપી ને શોધખોળ આદરી હતી.મૃતક મહિલાની ઓળખ થવાં નથી પામી જિલ્લા પોલીસ ધ્વારા દક્ષિણ ગુજરાતના તમામ પોલીસ મથક માં જાણ કરી મૃતક મહિલાની ઓળખ કરવાની તજવીજ હાથધરી છે .હાલ તો મૃતક મહિલાનું પોસ્ટ મોટમ કરવામાં આવી રહ્યું છે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
