<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

સુરતના લિંબાયતમાં બનેવીનું સંબંધોને શર્મસાર કરતુ કૃત્યુ :સગીરા સાળી પર બળાત્કાર ગુજાર્યો

સગીરાને પેટમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલમાં ડૉક્ટરની તપાસમાં ભાંડો ફૂટ્યો: સગીરાને 5 મહિનાનો ગર્ભ રહ્યાનો ખુલાસો

સુરતના લિંબાયતમાં બનેવીએ સંબંધોને શર્મસાર કરતુ કૃત્યુ આચર્યુ છે. બનેવીએ સગીરા સાળી પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. સગીરાને પેટમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં ડૉક્ટરની તપાસમાં ભાંડો ફૂટ્યો છે. સગીરાને 5 મહિનાનો ગર્ભ રહ્યાનો ખુલાસો થયો છે. સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લિંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

(4:58 PM IST)