News of Sunday, 9th November 2025
વડોદરામાં 3 કલાકના ભવ્ય રોડ શો બાદ વર્લ્ડ કપ વિજેતા રાધા યાદવે કહ્યું- મહિલા ક્રિકેટરનું આટલુ ભવ્ય સ્વાગત થશે તેનો અંદાજ નહતો
જીત બાદ પીએમ મોદી સાથેની મુલાકાત એ જીવનનું સંભારણું બની રહેશે. વડાપ્રધાને તેમનો કિંમતી સમય ફાળવ્યો તે અમારા માટે ખુબ મોટી વાત છે

વડોદરામાં ક્રિકેટર રાધા યાદવનો ત્રણ કલાકનો રોડ શો યોજાયો હતો. રોડ શો બાદ વર્લ્ડ કપ વિજેતા રાધા યાદવે કહ્યું કે, વડોદરામાં આટલું ભવ્ય સ્વાગત થશે તેનો અંદાજ મને નહતો. આટલા અકલ્પનીય સ્વાગત બદલ હું વડોદરાની ઋણી રહીશ. એક મહિલા ક્રિકેટર માટે આટલા બધા લોકો રોડ પર આવશે તેવું ક્યારેય નહોતુ વિચાર્યું. વડોદરામાં આટલું ભવ્ય સ્વાગત એ મારા માટે એક સિદ્ધિ સમાન છે. મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યા બાદ દેશમાં મહિલા ક્રિકેટ ક્ષેત્રે મોટો બદલાવ આવશે. જીત બાદ પીએમ મોદી સાથેની મુલાકાત એ જીવનનું સંભારણું બની રહેશે. વડાપ્રધાને તેમનો કિંમતી સમય ફાળવ્યો તે અમારા માટે ખુબ મોટી વાત છે. સળંગ ત્રણ મેચ હાર્યા બાદ પણ વર્લ્ડ કપ જીતવો તે મોટી સિદ્ધિ છે.
(5:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
