<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

અંબાજી અને દાંતા પંથકમાં સાત જેટલા સાદા અને ઝેરી મેલેરિયાના કેસ મળી આવતા આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું

ડોર ટુ ડોરની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી : સ્થળ પર જ લોહીના સેમ્પલ લઈ તપાસ શરૂ: મલેરિયાના દર્દીઓ પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી અસરગ્રસ્ત થઈને આવેલા!

અમદાવાદ : રાજ્યમાં લોકોને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. આજે સવારે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થાય છે. તેમાં પણ કમોસમી વરસાદે લોકોના સ્વાસ્થય પર ગંભીર અસર પહોંચાડી છે. સ્થાનિક હોસ્પિટલોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ સતત વધી રહ્યા છે. એટલું જ નહીં અંબાજી અને દાંતા પંથકમાં સાત જેટલા સાદા અને ઝેરી મેલેરિયાના કેસ મળી આવતા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે અંબાજી અને દાંતા પંથકમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. જેના કારણે ડોર ટુ ડોરની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થળ પર જ લોહીના સેમ્પલ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે આ મળી આવેલા મલેરિયાના કેસને લઈ આરોગ્ય અધિકારીએ ખુલાસો કર્યો છે. આરોગ્ય અધિકારીના મતે મલેરિયાના દર્દીઓ પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી અસરગ્રસ્ત થઈને આવેલા હોવાનું જણાવી રહ્યા છે.

(5:43 PM IST)