<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો :અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું

12 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું : સૌથી વધુ વડોદરામાં 14 ડિગ્રી તાપમાન અને સુરતમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન

અમદાવાદ :ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં એક જ રાતમાં તાપમાન 3.4 ડિગ્રી ઘટ્યું છે. અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના 12 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. તેથી આપણે સામાન્ય ભાષામાં કહી શકાય કે ગુજરાતના અનેક વિસ્તારોમાં કોલ્ડવેની શરુઆત થઈ ગઈ છે. ગુજરાતમાં સૌથી વધુ વડોદરામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત સુરતમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું છે.

(5:54 PM IST)