<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા 3 આતંકીઓના 17 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરાયા : ઊંડાણપૂર્વક તપાસ કરાશે

ગાંધીનગરથી એક આતંકી ઝડપાયો હતો અને તેની પૂછપરછ કરતા અન્ય 2 આતંકીઓ પણ બનાસકાંઠાથી મળી આવ્યા હતા.: ઝડપાયેલ 3 આતંકીઓમાંથી 2 યુપીના અને એક હૈદરાબાદનો રહેવાસી

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા હુમલાનું કાવતરું રચે તે પહેલા જ ઝડપી પાડવામાં આવેલા ૩ આતંકીઓમાંથી બે આતંકીઓને આજે ગાંધીનગર જિલ્લા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આ તમામ આતંકીઓના ૧૭ નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ATS હવે આ સમય દરમિયાન આતંકીઓના કાવતરાની વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે.

છેલ્લા એક વર્ષથી આતંકીઓ ATSની રડાર પર હતા અને હથિયારો આપવા માટે ગુજરાત આવ્યા હતા અને અલગ અલગ આતંકી મોડયુઅલ સાથે સંકળાયેલા છે આતંકીઓ, તો ગાંધીનગરથી એક આતંકી ઝડપાયો હતો અને તેની પૂછપરછ કરતા અન્ય 2 આતંકીઓ પણ બનાસકાંઠાથી મળી આવ્યા હતા.

 

એટીએસની તપાસમાં સામે આવ્યું કે, એક આતંકી હૈદરાબાદનો છે અને તે કાર મારફતે બાય રોડ ગાંધીનગર પહોંચ્યો હતો અને આતંકી અહેમદ મોહિઉદ્દીન સૈયદ MBBS ડોક્ટર છે અને આતંકી અહેમદ સૈયદે ચાઈનાથી MBBS કરેલું છે, તો મોહમ્મદ સુહેલ, આઝાદ સૈફીની ધરપકડ કરાઈ છે અને તેમની પાસેથી 3 પિસ્ટલ અને 30 કારતૂસ કબ્જે કરાયા છે, શુક્રવારે અડાલજ પાસેથી એક શખ્સ ઝડપાયો હતો અને તેના આધારે આખી લિંક ઝડપાઈ છે.

ભારતમાં આતંકી પ્રવૃતિ માટે ફંડ એકઠુ કરતા હતા અને કારમાંથી એક પ્રવાહી પણ મળી આવ્યું છે, તો ફોનના આધારે 2 શકમંદોને ઝડપી લેવાયા છે, આતંકીઓ અત્યંત કટ્ટર હોવાની વાત તપાસમાં સામે આવી છે, 2 આતંકીઓને બનાસકાંઠાથી ઝડપી લેવામાં આવ્યા છે, ઝડપાયેલ 3 આતંકીઓમાંથી 2 યુપીના અને એક હૈદરાબાદનો રહેવાસી છે, આતંકીઓએ ભીડ વાળી જગ્યાએ રેકી કરી હતી, તો આરોપી સૈયદના 17 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે, તો અન્ય 2 આતંકીઓને આજે કોર્ટમા રજૂ કરવામાં આવશે.

 

(6:18 PM IST)