તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th November 2025
ભરૂચના દહેજમાં મેઘમણી કંપનીમાં ગેસ ગૂંગણામણથી એક કામદારનું મોત
જંબુસરના સીગામ ગામના યુવાન યુવરાજસિંહ અર્જુનસિંહ યાદવનું મોત થતા કામદારોમાં પણ રોષ

ભરૂચના દહેજમાં ગેસ ગૂંગણામણથી એક કામદારનું મોત થયું છે, મેઘમણી કંપનીમાં આ ઘટના બનતા કામદારોના ટોળા ઉમટયા હતા અને લોકો કામ છોડીને કંપનીની બહાર આવી ગયા હતા. ભરુચમાં ગેસ ગૂંગળામણથી કામદારનું મોત થયું છે અને દહેજમાં આવેલ મેઘમણી કંપનીમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, ગેસ લીકેજ થતા યુવરાજસિંહ યાદવનું મોત થયું છે, દહેજ પોલીસે ઘટના અંગે તપાસ હાથધરી છે. તો કંપનીના માલિક અને જવાબદારો વિરુદ્ધ હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
દહેજમાં આવેલ મેઘમણી કંપનીના પ્લાન્ટ નંબર 5માં એક કામદારનું મોત થયું છે અને ગેસ લાગવાના કારણે થયું એક કામદારનું મોત, તો જંબુસરના સીગામ ગામના યુવાનનું મોત થયું છે, યુવરાજસિંહ અર્જુનસિંહ યાદવનું મોત થતા કામદારોમાં પણ રોષ જોવા મળ્યો હતો, દહેજ ઇન્ડસ્ટીમાં અવારનવાર અનેક આવી ઘટના બને છે પરંતુ તંત્ર મૌન કેમ છે તે સમજાતું નથી, દહેજ પોલીસને ઘટનાની જાણ થતા વધુ તપાસ હાથધરી છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
