<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

દાહોદમાં હિટ એન્ડ રન: ભીટોડી ગામે અજાણ્યા વાહન અડફેટે તાલુકા સભ્યનું મોત: અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત

ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા:પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી

દાહોદમાં હિટ એન્ડ રનમાં તાલુકા સભ્યનું મોત થયું છે અને ભીટોડી ગામે અજાણ્યા વાહનની ટક્કરે મારતા અકસ્માત થયો છે, ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળા ઉમટયા હતા. દાહોદમાં હિટ એન્ડ રનની અડફેટે તાલુકા સભ્યનું મોત થયું છે અને અજાણ્યા વાહનની ટક્કરથી અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે, ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, પોલીસે આસપાસના સીસીટીવી તપાસ માટે લીધા છે અને રોડ પર જેટલા સીસીટીવી છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

(6:51 PM IST)