તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th November 2025
વડોદરામાં અદ્યતન લાઈબ્રેરીના નિર્માણનું કામ પૂરજોશમાં
પાલિકા દ્વારા અગાઉ શરૂ કરાયેલી લાયબ્રેરી જ અત્યારે ધૂળ ખાઈ રહી છે. ત્યારે નવી લાઈબ્રેરીનું શું થશે તે સવાલ છે

વડોદરામાં અદ્યતન લાઈબ્રેરીના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. શહેરના માંજલપુર વિસ્તારમાં નવી લાઈબ્રેરી આકાર લઈ રહી છે. દાવો કરાઈ રહ્યો છે કે સ્થાનિકોની માગને ધ્યાનમાં રાખીને લાઈબ્રેરીનું નિર્માણ કરાઈ રહ્યું છે. જે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. પણ, મુદ્દો એ છે કે પાલિકા દ્વારા અગાઉ શરૂ કરાયેલી લાયબ્રેરી જ અત્યારે ધૂળ ખાઈ રહી છે. ત્યારે નવી લાઈબ્રેરીનું શું થશે તે સવાલ છે.
જો કે સ્થાનિક કાઉન્સિલરનો દાવો છે કે તેઓ પોતે લાઈબ્રેરીમાં હાજર રહેશે અને તેને ધૂળ ખાવા નહીં દે. ગત ફેબ્રુઆરી મહિનામાં લાઈબ્રેરીનું ખાતમુહૂર્ત થયું ત્યારથી સતત તેના માટે ઈન્કવાયરી ચાલુ હોવાનો દાવો કરાઈ રહ્યો છે
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
