<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

નોકરી અપાવવાના નામે છેતરપીંડી કરનાર દંપતી ઝડપાયું : કતારગામ પોલીસે મહિના બાદ ઠગ દંપતીની ધરપકડ કરી

નિર્મળ અને કિંજલ ધાનાણી ONGC કંપનીમાં જુનિયર એન્જિનિયરની પોસ્ટ ખાલી હોવાનું જણાવી નોકરી વાંછુકોને ટાર્ગેટ કરતા : ONGCમાં નોકરી અપાવવાનાં બહાને રૂ. 17 લાખ પડાવ્યા

સુરત: નોકરી અપાવવાના નામે ઠગાઇ કરનાર દંપતી ઝડપાયું છે. કતારગામ પોલીસે એક મહિના બાદ ઠગ દંપતીની ધરપકડ કરી છે. ONGCમાં નોકરી અપાવવાનાં બહાને રૂ. 17 લાખ પડાવ્યા હતા. ONGCમાં જુનિયર એન્જિનિયરનાં પદ પર નોકરીની લાલચ આપતા હતા. ખોટા ઓફર લેટર બનાવીને લોકોને મોકલ્યા હતા.

નિર્મળ અને કિંજલ ધાનાણી ONGC કંપનીમાં જુનિયર એન્જિનિયરની પોસ્ટ ખાલી હોવાનું જણાવી નોકરી વાંછુકોને ટાર્ગેટ કરતા હતા. આરોપીઓએ અન્ય લોકો પાસેથી પણ પૈસા પડાવ્યાની આશંકા છે. કતારગામ પોલીસે હવે દંપતીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

 

(8:06 PM IST)