<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

ગોધરામાં રખડતા કૂતરાનો આતંક : 4 વર્ષના બાળકને માથાના ભાગે બચકા ભર્યા

રખડતા કૂતરાઓના વધેલા હુમલાઓથી સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ભયની લાગણી

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક વધ્યો હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અહીં એક રખડતા કૂતરાએ ૪ વર્ષના માસૂમ બાળક પર હુમલો કરીને તેને માથાના ભાગે ગંભીર બચકાં ભર્યા હતા. બાળકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. રખડતા કૂતરાઓના વધેલા હુમલાઓથી સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ભયની લાગણી ફેલાઈ છે.

(8:29 PM IST)