<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

દસમા-બારમાં ધોરણના વિદ્યાર્થીને કોમિક બુક સિરીઝ થકી ઇન્‍કમટેક્ષનું જ્ઞાન આપશે

મોટુ અને પતલુના બે પાત્ર સાથે કોમિક બુકની સિરીઝ તૈયાર કરાઈ : મોટુ-પતલુંના કેરેકટરના માધ્‍યમથી આવકવેરાની આવક કેન્‍દ્ર સરકારને વધુ થાય તો દેશને કેટલો ફાયદો થાય તેની સમજણ આપવામાં આવશે

 

 

અમદાવાદ તા.૧૦: આવકવેરા ખાતાનો સહયોગ લઈને સમગ્ર દેશના સેન્‍ટ્રલ  બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન છોકરાઓને આવકવેરાને લગતું જ્ઞાન આપવાનું આયોજન કરવા માંડ્‍યું છે.

આ સંદર્ભમાં સીબીએસઈ અને આવકવેરા ખાતાના અધિકારીઓ વચ્‍ચે ચર્ચા વિચારણા થઈ ચૂકી છે. તેને માટે આઠ જુદી જુદી કોમિક બુકની સિરીઝ તૈયાર કરવામાં આવી રહી છે. તેમાં મોટું અને પતલું નામના બે કેરેક્‍ટરના સંવાંદના માધ્‍યમથી અને કાર્ટૂન ચિત્રોના માધ્‍યમથી દસમાંથી બારમાં ધોરણના બાળકોને આવકવેરા અંગેનું જ્ઞાન આપવાનું નક્કી કરવામાં આવ્‍યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ રમતાં રમતાં આવકવેરાના અત્‍યંત ગંભીર વિષયનું જ્ઞાન આપવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે

બાળકોમાં મોટું-પતલુંના કેરેક્‍ટર બહુ જ લોકપ્રિય થયેલા હોવાથી આ બે કેરેક્‍ટરને પસંદ કરીને આવકવેરા અંગેની જાણકારી આપવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. કેન્‍દ્ર સરકારે આ આયોજન કર્યું છે. ડિરેક્‍ટોરેટ ઓફ ઈન્‍કમટેક્‍સે મોટું પતલુંના કેરેક્‍ટરને લઈને આવકવેરાની જુદી જુદી જોગવાઈ અને તેના જમા પાસાઓની સમજણ આપતી આઠ પુસ્‍તકની શ્રેણી તૈયાર કરી દીધી છે. આઝાદી કા અમળત મહોત્‍સવના વર્ષને ધ્‍યાનમાં રાખીને પ્રસ્‍તુત  આયોજન કરવામાં આવ્‍યું છે. દેશમાં આવકવેરની સરકારને આવક વધતા દેશને કઈ રીતે ફાયદો થાય છે તેની સમજણ પણ આઠ પુસ્‍તકની શ્રેણીમાં આપવામાં આવેલી છે. આ કોમિક બુક એક કરતાં વધુ સ્‍થાનિક ભાષામાં તૈયાર કરવામાં આવેલી છે. દેશના જુદાં જુદા રાજ્‍યોની શાળાઓને કોમિક બુકનીલિન્‍ક મોકલી આપવાની સૂચના આપી દેવામાં આવી છે. દરેક શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને આ લિન્‍ક મોકલી આપવામાં આવી છે.

આ સાથે જ શાળાઓને કોમિક બક સાથે વધારાની કેટલીક વિગતો ઉમેરીને તેની સમજણ વિદ્યાર્થીઓને આપવાની છૂટ આપવામાં આવી છે. તેમ કરવાથી ભારતની વેરાની સિસ્‍ટમ અંગે જાણકારી મેળવવાની વિદ્યાર્થીઓની જિજ્ઞાસામાં વધારો થશે.

(12:25 PM IST)