<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

જૂની પેન્‍શન પ્રથા લાવવા અને ફીકસ પગારના વિરોધમાં અમદાવાદમાં મહારેલી

પેન્‍શનની જુની યોજના લાવવાની સરકાર સમક્ષ માંગણીઃ ફીકસ પગારથી કર્મચારીઓનું શોષણ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૦: રાજય સરકારે ર૦૦૪-ર૦૦૫ થી રહેમ રાહે અન પેન્‍શનર યોજના બંધ કરવાનો ઐધ્‍ધાસિક નિર્ણય કર્યો છે ત્‍યાર બાદ વિવિધ સરકારી સંગઠનોએ રજુઆત કરી છે. પરંતુ આજદીન સુધી કોઇ હકારાત્‍મક નિર્ણય આવ્‍યો નથી. પરિણામે વિવિધ સંગઠનો દ્વારા રજુઆત કરવામાં આવી છે.

મુખ્‍યત્‍વે આ સરકારી સંગઠનો દ્વારા જુની પેન્‍શન યોજના લાગુ કરવા અવાર નવાર રજુઆત કરવામાં આવી છે. પરંતુ કોઇપણ પ્રકારનો હકારાત્‍મક નિર્ણય ન આવતા આજે અમદાવાદ ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં છેલ્લા બે દાયકાથી વધારે સમયથી રાજયમાં ફિકસ પગારના કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે. છેલ્લા પાંચ વર્ષથી ફિકસ પગાર બાદ પુરા પગારનો લાભ આપવામાં સરકારે જાહેરાત કરી હતી પરંતુ આજદીન સુધી કર્મચારીઓનું આર્થિક શોષણ કરવામાં આવી રહયું છે. તેની સાથે જુની પેન્‍શન યોજના ચાલુ કરવા માટે આજે અમદાવાદમાં મહારેલીનું આયોજન કરવામાં આવી રહયું છે. બીજી તરફ સરકારી ભરતીમાં વિલંબ કરવામાં આવી રહયો છે તે પણ વ્‍યાજબી નથી. બીજી તરફ કર્મચારીઓને પાંચ વર્ષ સુધી ફીકસ પગાર આપવામાં આવે છે જે નિયમીત રીતે સરકારી ધારા ધોરણ મુજબ પરીક્ષા પાસ કરી હોય તેને અન્‍યાય થાય છે તો આ પ્રથામાં સુધારા કરી ન્‍યાય આપવાની માંગણી છે

(3:25 PM IST)