<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

સરકારે જાહેર કરાયેલા પેકેજથી ખેડૂતો અસંતુષ્ઠ :આત્મહત્યા કરનાર ખેડૂતોના પરિવારને રૂ .25 લાખની સહાય જાહેર કરે : લલિત વસોયા

નુકસાનના વળતરની જગ્યાએ ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કરી માંગ

અમદાવાદ : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું પાક સહાય અંગે નિવેદન સામે આવ્યું છે. ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપતા કહ્યું કે, સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલા પેકેજથી ખેડૂતો અસંતુષ્ઠ છે. પાક પર માવઠું પડતા પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. નુકસાનના વળતરની જગ્યાએ ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવા લલિત વસોયાએ કરી માંગ. આર્થિક નુકસાનીનો સામનો કરેલ રાજકોટ જિલ્લાના બે ખેડૂતોએ આત્મહત્યા પણ કરેલ છે. આત્મહત્યા કરનાર ખેડૂતો ના પરિવારો ને સરકાર દ્વારા રૂપિયા 25 લાખની સહાય જાહેર કરે તેવી માંગણી લલિત વસોયાએ કરી છે.

(6:40 PM IST)