<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

પાલનપુરમાં જિલ્લા પંચાયતની ઈમારતના ત્રીજા માળેથી સ્લેબ ધરાશાયી થતા ખળભળાટ

કચેરીમાં કામકાજ ચાલુ હોવાથી અચાનક દોડધામ મચી : તંત્રે તાત્કાલિક ઈમારત ખાલી કરાવવાના અને જિલ્લા પંચાયત કચેરીને અન્યત્ર ખસેડવાના આદેશ આપી દીધા

બનાસકાંઠાના પાલનપુરમાં જિલ્લા પંચાયતની ઈમારતના ત્રીજા માળેથી સ્લેબ ધરાશાયી થતા ખળભળાટ મચ્યો. ઘટના સમયે કચેરીમાં કામકાજ ચાલુ હોવાથી અચાનક દોડધામ મચી ગઈ, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. મળતી માહિતી મુજબ સ્લેબ ત્રીજા માળે લોબીના ભાગમાં ધરાશાયી થયો હતો. 

  40 વર્ષથી વધુ જૂની આ ઈમારત વિશે અગાઉથી જ ખાલી કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. હાલ તંત્રે તાત્કાલિક ઈમારત ખાલી કરાવવાના અને જિલ્લા પંચાયત કચેરીને અન્યત્ર ખસેડવાના આદેશ આપી દીધા છે. જિલ્લા પંચાયતની ઈમારતની જર્જરિત હાલતને કારણે કર્મચારીઓ અને નાગરિકોમાં દહેશતનું માહોલ છે, છતાં માર્ગ અને મકાન વિભાગની ઉદાસીનતા પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

(6:44 PM IST)