News of Monday, 10th November 2025
દિલ્હીમાં બ્લાસ્ટ બાદ અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં : પોલીસ મથકના ઈન્ચાર્જને હેડ ક્વાર્ટર નહીં છોડવા સૂચના
અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચેકિંગ શરૂ કરશે. ભીડ એકઠી થતી હોય તેવા સ્થળોએ પણ પોલીસ તપાસ કરશે

અમદાવાદ :દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ અમદાવાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચેકિંગ શરૂ કરશે. ભીડ એકઠી થતી હોય તેવા સ્થળોએ પણ પોલીસ તપાસ કરશે. પોલીસ મથકના ઈન્ચાર્જને હેડ ક્વાર્ટર નહીં છોડવા સૂચના આપવામાં આવી છે. કોઈપણ ગંભીર બનાવ ના બને તે માટે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. શહેરમાં આતંકવાદીઓ પકડાયા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે
. બે દિવસ પહેલા જ ગાંધીનગરમાંથી ઝડપાયેલા આતંકીઓએ અમદાવાદમાં ભીડ ભાડ વાળી જગ્યાએ રેકી કરી હતી. રાઈઝીન ઝેરનો ઉપયોગ કર્યાં કરવાના હતાં તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ગુજરાત એટીએસ દ્વારા ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આતંકીઓ ISIS મોડ્યુલના હોવાનું જાણવા મળ્યું છે. તેઓ આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યા છે
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
