<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટના પગલે વડોદરા શહેર પોલીસ તંત્ર એલર્ટ મોડમાં

રેલવે સ્ટેશન, બસ ડેપો, મોલ સહિતની ભીડભાડવાળી જગ્યા પર બંદોબસ્તો વધારવા સાથે સઘન ચેકિંગ શરૂ કરાયું

વડોદરા ;દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટના પગલે વડોદરા શહેર પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. રેલવે સ્ટેશન, બસ ડેપો, મોલ સહિતની ભીડભાડવાળી જગ્યા પર બંદોબસ્તો વધારવા સાથે સઘન ચેકિંગ પોલીસ દ્વારા શરૂ કરાયું છે.

તાજેતરમા ગુજરાત એટીએસની ટીમે ભારતમાં આતંકવાદી હુમલો કરવાની કાવતરામાં સંડોવાયેલા ત્રણ આરોપીની ધરપકડ કરવામા આવી હતી અને આરોપીઓના 17 નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યાં હતા. ત્યારે દિલ્હીમાં કારમાં સાંજના સમયે બ્લાસ્ટ થવાના કારણે આઠ નિર્દોષ લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે 24 લોકો ઘાયલ થયા હતા. જેના પગલે સમગ્ર દિલ્હી હચમચી ઉઠ્યું છે. ત્યારે દિલ્હીમાં થયેલો બ્લાસ્ટ સીએનજીના કારણે થયો છે કે પછી અન્ય કાવતરુ છે તેની તપાસ શરૂ કરાઇ છે. ત્યારે દિલ્હીન બ્લાસ્ટની ઘટના પગલે વડોદરા પોલીસ વિભાગ એલર્ટ મોડા આવી ગયો છે અને જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવી ભીડભાડવાળા જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ પણ સઘન કરી દેવામાં આવ્યું છે. શહેરના વડોદરા બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને મોલ મલ્ટી પ્લેક્સ અને બજારો સહિતના સ્થળ કે જ્યા ભીડભાડ થતી હોયા સ્થળો પર પોલીસ દ્વારા ચેકિંગ કરવા સાથે બંદોબસ્તો પણ વધારી દેવામાં આવ્યો છે.

(1:02 AM IST)