News of Tuesday, 11th November 2025
ભાવનગરમાં દિલ્હીની ઘટનાના પગલે સાંસદ ખેલ મહોત્સવ સાદાઈથીઃ મળતકોને શ્રદ્ધાંજલિ અર્પતા નિમુબેન બાંભણિયા-રામભાઈ મોકરીયા
આ દુર્ઘટના બાદ આ કાર્યક્રમ માત્ર દિવ્યાંગો માટે ચાલુ રાખવામાં આવ્યોઃ સ્ટેજ કાર્યક્રમ વગર સાદગીથી કાર્યક્રમ

રાજકોટ તા.૧૧ :.. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગળહ મંત્રી અમિતભાઈ શાહ, પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ ભાવનગર ખાતે કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય મંત્રી તથા ભાવનગર અને બોટાદ ના સાંસદ નીમુબેન બાંભણિયા અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા ખેલો ઇન્ડિયા ફિટ ઇન્ડિયા અંતર્ગત આજથી ભાવનગર ખાતે સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫નુ આયોજન કરવામાં આવ્યું છે જોકે દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટની ઘટનાના પગલે આ કાર્યક્રમ સાદાઈથી યોજાયો છે. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ દિલ્હીના મળતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અને બે મિનીટનું મૌન પાળ્યું હતું.
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે દિલ્હી બોમ્બ વિસ્ફોટની ઘટના દુઃખદ છે ત્યારે મળતકોને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.આ દુઃખદ ઘટના બાદ સાંસદ ખેલ મહોત્સવ સાદાઈથી યોજાયો છે. છેલ્લા ઘણા દિવસોથી આ મહોત્સવ માટે તૈયારી ચાલી રહી હતી પરંતુ આ દુર્ઘટના બાદ આ કાર્યક્રમ માત્ર દિવ્યાંગો માટે ચાલુ રાખવામાં આવ્યો છે દિવ્યાંગો હેરાન ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
આજે સવારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સીદસર રોડ, ભાવનગર ખાતે સાદાઈથી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગો હેરાન ન થાય તે માટે અને માત્ર ૪૫૦ દિવ્યાંગો માટે સાંસદ ખેલ મહોત્સવ યોજાયો છે. સ્ટેજ પ્રોગ્રામ વગર આ કાર્યક્રમ યોજાયો હતો.
કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય મંત્રી તથા ભાવનગર અને બોટાદ ના સાંસદ નીમુબેન બાંભણિયા અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા આયોજિત આ સાંસદ ખેલ મહોત્સવમાં ભાવનગર અને બોટાદ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ જોડાયા છે જુદી જુદી રમતોમાં તેઓ ઉત્કળષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે.
સાદાઇથી યોજાયેલ કાર્યક્રમમાં ભાવનગર પૂર્વ વિસ્તારના ધારાસભ્ય સેજલબેન પંડયા, મેયર ભરતભાઇ બારડ, ભાવનગર જીલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મિયાણી, ભાવનગર શહેર ભાજપ પ્રમુખ કુમારભાઇ શાહ, ભાવનગર જીલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહીલ તથા પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
