<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

આતંકવાદી તત્‍વો સામે મહાયુદ્ધના મોરચા જેવી આવી છે તૈયારીઓ

દિલ્‍હીની ઘટનાથી આજ સવાર સુધી સૌરાષ્‍ટ્રના સાગરમાં સોશ્‍યલ ઓપરેશન ગ્રુપ ,મરીન પોલીસ, સ્‍થાનિક પોલીસ, બોમ્‍બ સ્‍ક્‍વોડ સાથે આંખનું મટકું માર્યા વગર ટાપુઓ સહિત તમામ બાબતોની સઘન ચેકીંગ ચાલુ છે : ગળહમંત્રી, મુખ્‍ય પોલીસ વડાના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ કોઇ પણ પરિસ્‍થિતને પહોચી વળવા સક્ષમ છે, રાજકોટ રેન્‍જ પોલીસ પણ આવા તત્‍વોને ભરી પીવા સક્ષમ છે,અફવાને બળ આપવાને બદલે નાગરિક ધર્મ બજાવી પોલીસને શકમંદ પ્રવળતિઓ અને લોકો વિશે માહિતી આપવા ઉતર સૌરાષ્‍ટ્રના વડા એવા રેન્‍જ વડાની લોકોને અપીલ : ભૂતકાળમાં પકડાયેલ શકમંદ તત્‍વોની આકરી પૂછપરછ, હાલની પ્રવળતિઓ, તેમના સંપર્ક સૂત્રો, મોબાઇલ, વોટ્‍સએપ ચેટ પણ ચકાસવામાં આવી રહ્યાં છે, અકિલા સમક્ષ આતંકી ઘટના પછીના વધુ સઘન પગલાંઓનુ અશોક કુમાર યાદવ અથ થી ઈતિ સુધીનું વર્ણવે છે

રાજકોટ તા.૧૧ :  દેશના પાટનગર દિલ્‍હીમાં લાલ કિલ્લા નજીક ભયંકર વિસ્‍ફોટમાં જાનહાનિ, ઘાયલ વિગેરે ઘટના ધ્‍યાને રાખવા સાથે સૌરાષ્‍ટ્રના વિશાળ સાગર કાંઠા, વિશ્વ વિખ્‍યાત દ્વારકા મંદિર સહિતના ધાર્મિક સ્‍થાનકો નજર સમક્ષ રાખી ઉતર સૌરાષ્‍ટ્રના વડા એવા રાજકોટ રેન્‍જ ig અશોક કુમાર યાદવ એક્‍શનમાં મોડમાં આવી સૌરાષ્ટભરની પોલીસને દિલ્‍હીની આતંકી ઘટના ઘટી ત્‍યારથી આજ સવાર સુધી કાર્યરત રાખેલ છે.                                          

 ભૂતકાળમાં પોરબંદર નજીકના દરિયાકાંઠે RDX ઉતર્યાંનુ ખૂબ સારી રીતે જાણતા રેન્‍જ વડા દ્વારા ઘટના બની ત્‍યારથી દરિયામાં સ્‍થાનિક પોલીસ, સ્‍પેશ્‍યલ ઓપરેશન ગ્રુપ, મરીન પોલીસ અવિરત પેટ્રોલિંગ કરવા સાથે ટાપુઓની પણ ચકાસણી કરી તમામ રિપોર્ટ રેન્‍જ ig જાતે મેળવી રહ્યા છે. ફરિયાદબાદ મોડલમાં આતંકવાદીઓ દ્વાર આશ્રયસ્‍થાન ભાડે લીધાનું દે સેન્‍ટ્રલ ib પાસેથી અશોક કુમાર યાદવ દ્વારા ઇનપુટ મેળવી છે, જે આધારે સૌરાષ્‍ટ્રભરમાં મકાનો ભાડે રાખનાર લોકોએ તેમાં પણ ખાસ કિસ્‍સા તરીકે કેટલાક અલગ તારવી તેવો દ્વારા ભાડા કરાર કર્યા છે કે કેમ? તે બાબતે સઘન તપાસ ચાલી રહ્યાનું અકિલા સાથેની વાતચીતમાં રેન્‍જ વડા અશોક કુમાર યાદવ દ્વારા જણાવાયું છે.  

  સાગર સુરક્ષા યોજના અંતર્ગત દરિયા કાંઠા વિસ્‍તારમાં દરિયા કથા નજીક રહેતા લોકોને પોલીસ દ્વારા જાસૂસ જેવી તાલીમ આપવામાં આવી છે તેવા લોકોનો કોન્‍ટેક્‍ટ કરી એક્‍ટિવ કરવામાં આવ્‍યા છે.    અશોક કુમાર યાદવે જણાવ્‍યું છેકે ડ્રોન,બોમ્‍બ સ્‍કોવડ, ઘોડાઓ દ્વારા પોલીસ શકમંદ સ્‍થળો ચકાસી રહી છે , ib અને અમારી તપાસમાં ભૂતકાળમાં જેઓ દેશ વિરોધી પ્રવળતિઓ અંગે શંકાના દયારામાં હતાં, તેઓનો તમામ હિલચાલ પર વોચ ગોઠવાઈ ગયેલ છે.  લોકોને ગભરાટ રાખી અફવાઓને હવા આપવાને બદલે પોલીસમાં વિશ્વાસ રાખવા, પોલીસને આવા તત્‍વોને પકડવામા તુર્ત માહિતી આપવા રાજકોટ રેન્‍જ વડા અશોક કુમાર યાદવે અપીલ કરી છે , આતંકીઓ અંગેની મહત્‍વની માહિતી આપનારને ઇનામ પણ આપવામાં આવશે, ગુજરાત પોલીસ ગળહમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ આવા તત્‍વોને જવાબ આપવા સક્ષમ છે, રાજકોટ રેન્‍જ પોલીસ પણ પોલીસ નિર્દેશક વિકાસ સહાયના માર્ગદર્શનમાં આવા તત્‍વોને ભરી પીવા સક્ષમ છે.

(1:01 PM IST)