તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
અનોખું નિવૃતિ વિદાયમાનઃ પોતાના સ્થાને એ પીઆઇએ પોતાના ડ્રાઇવરને બેસાડી..પોતે ડ્રાઈવર બની ઘેર મૂકવા ગયા
સુરત સીપી અનુપમસિંહ ગેહલોતના માનવીય અભિગમની પોઝિટિવ અસર અન્ય અધિકારીઓ સુધી પહોંચી રહી છે: સુરતના sog પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરીએ અનોખું ઉદારહણ પૂરું પાડી..રાજ્ય પોલીસ તંત્રની વાહવાહી મેળવી

રાજકોટ તા.૧૧: માનવીય અભિગમ સાથે પોઝીટીવ નેચર અધિકારી હેડ હોય તો અન્ય અધિકારીઓ અને સ્ટાફમાં થોડા ઘણા અંશે અસર આવ્યા વગર રહેતી નથી, આવી અસર લોકો સાથેના વ્યવહાર,તાબાના સ્ટાફ સાથેના વર્તન,અને ખાસ કરી વડીલ જેવી વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં વર્તાયા વગર રહેતી નથી, આનું ઉતમ ઉદાહરણ એટલે સુરતના પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત. તમારે શહેરની વાસ્તવિક સ્થિતિ જાણવી હોય તો અનુભવી, નિસ્વાર્થ પ્રજાજન પાસેથી મળે એવું આ સિનિયર IPS માને અને અન્ય અધિકારીઓને પણ લોકો તમારાથી દૂર ભાગે નહિ પણ નજીક આવે તેવું કરવું જોઈએ, ઘણી વખત અધિકારીઓ આસપાસ રહેતા કેટલોક સ્ટાફ સાહેબ આવા લોકો પાસેથી પોલ ન જાણી જાય તે માટે તેમને દૂર રાખવા પ્રયાસ ખૂબ બુદ્ધિપૂર્વક કરે છે. પણ સુરતમાં આવું નથી.
આનું ઉતમ ઉદાહરણ એટલે સુરતના sog વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ પટેલ નિવળત થયા. તેમને બુકે આપી ચીલા ચાલૂ વિદાયમાન આપવાને બદલે જે અધિકારીને ડ્રાઈવર તરીકે તેઓ તેડવા મૂકવા કે બહાર લઈને જતા તેવા આ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરી દ્વારા એક અનોખો પ્રયોગ અંતર્ગત પોતે જયા અધિકારી તરીકે બેસતા ત્યાં પોતાના ડ્રાઈવરને બેસાડ્યા, અને પોતે ડ્રાઇવિંગ કરી તેમને મૂકવા ગયા, આ વિદાય સમારોહ પ્રસંગે ઉપસ્થિત PCB બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. સુવેરા સમક્ષ પણ આ વિચાર મુકેલ, તેમણે પણ આવકારેલ.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
