News of Tuesday, 11th November 2025
હીરામણિ શાળાના વિદ્યાર્થીઓ શ્લોક સ્પર્ધામાં વિજેતા

રાજકોટ : અમદાવાદની હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમના) બાળકો માટે ‘શ્લોક ગાન' સ્પર્ધાનું આયોજન ચિન્મય મિશન દ્વારા કરવામાં આવ્યું હતું. હીરામણિ પ્રાથમિક શાળાનાં હેનીશ દિક્ષિતકુમાર દરજી (ધોરણ-૬) અને હરવિરસિંહ સંદિપસિંહ જાડેજા (ધોરણ-૬) એ રાજ્યકક્ષાએ બીજું અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કરેલ છે. હેનીશ દિક્ષિતકુમાર દરજી નું ચયન રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધા માટે થયેલ છે. વિદ્યાર્થીઓના આ ઉત્સાહ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, શાળાના સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યા શ્રીમતી પિનાક્ષી વડોદરિયા, કો-ઓર્ડિનેટર કેતન ભટ્ટ સહિત સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
