News of Tuesday, 11th November 2025
ડોકટરની ઓળખ આપી ૩૦ લાખની છેતરપીંડી કરનાર દંપતિ પકડાયું : પ૭ ગુન્હાઓ કબુલ્યા !
મહુવાના પીઆઇ આર.કે. ગોહિલ તથા ટીમને સફળતાઃ જસદણમાં પણ છેતરપીંડી કરી'તી : પકડાયેલ દંપતિ ૧૦-ર૦ રૂપિયાની નાની નોટો ૭૦-૩૦ રૂા. ના દરે આપવાની લાલચ આપી છેતરપીંડી કરતા'તા

પકડાયેલ દંપતિ (વચ્ચે) સાથે મહિલા પોલીસનો સ્ટાફ નજરે પડે છે
રાજકોટ, તા. ૧૧: ખેડા જીલ્લાના મહુવા ડોકટરની ઓળખ આપી છેતરપીંડી થતા આ દંપતિને પ૭ છેતરપીંડીના ગુન્હાઓની કબુલાત આપી ૩૦ લાખની છેતરપીંડી કરી હોવાનું ખુલ્યું હતું.
મહુવા પોલીસ મથકના ચુણેલ ગામે એક અજાણ્યા દંપતિએ ફરીયાદીના બાજુના મકાને આવી મહિલાને પોતાનો પતિ ડોકટર છે દવાખાનુ શરૂ થવાનું છે તેવી મોટી હકીકત જણાવી ફરીયાદી તથા તેના પતિને વિશ્વાસમાં લઇ દવાખાને તથા દવા ખરીદવી છે તેમાં રૂપિયા ઘટે છે તેમ કહી પ૦ હજાર રૂપિયા લઇ કારમાં નાસી છુટયા હતા. આ અંગે મૌવા પોલીસ મથકમાં ફરીયાદ થતા એસ.પી. વિજય પટેલના માર્ગદર્શન હેઠળ મહુવાના પી.આઇ. આર.કે. ગોહિલ તથા ટીમે સીસીટીવી કુટેજ ના આધારે તપાસ હાથ ધરી. આરોપી હિતેષપરી બાબુપરી ગૌસ્વામી રહે. મુ. રખીયાળા તા. માંડલ, જી. અમદાવાદ હાલ રહે. સ્વામીનારાયણ સોસાયટી, કાશોદ, તા. સોજીત્રા, તા. આણંદ તથા તેની પત્ની દક્ષાબેનને કાર સાથે દબોચી લીધા હતા. પકડાયેલ દંપતિની પી.આઇ. આર.કે. ગોહિલ તથા સ્ટાફે ગુન્હાહીત ઇતિહાસ બાબતે તપાસ કરતા બન્ને વિરમગામમાં છેતરપીંડીના ગુન્હામાં પકડાયેલ હોવાનું ખુલ્યા બાદ વધુ પુરપરછ કરતા છેતરપીંડીના ર૭ ગુન્હાઓની કબુલાત આપતા પોલીસ ચોંકી ઉઠી હતી. આ દંપતિએ પ૭ સ્થળેથી ૩૦ લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોવાનું આરોપીએ કબુલાત આપી હતી.
આરોપી જે તે ગામમાં જે જ્ઞાતિની વસ્તી વધુ હોય તે જ્ઞાતિનો પોતે ડોકટર હોવાનું જણાવી દવાખાનું શરૂ કરવાનું જણાવી બાદમાં દવાખાના માટે રૂપિયા ઘટે છે તેમ કહી છેતરપીંડી કરતો ૧૦-ર૦ રૂપિયાની નાની નોટો ૭૦ તથા ૩૦ ના દરે લાલચ આપી છેતરપીંડી કરતો હતો.આ દંપતિએ ર૦૧૬ થી ર૦રપ સુધીમાં ડીસા નજીક આવેલ ઓઢવા ગામે, દાંતીવાડાગામ, સમી તાલુકાના ટુવડગામ, ભાંભર તાલુકાના સોનેપ ગ્રામ, શંખેશ્વર તાલુકાના શીપર ગામ, પાટડલીના મોઢવાણ ગામ, મહેસાણાના બાલાસાણા ગામ, દેત્રોજ તાલકુાના ઓઠવ, રાધનપુર પાસે વડલારા ગામ, ર૦ર૩ માં જસદણના ઘનશ્યામભાઇ પટેલ સહિત અલગ-અલગ પ૭ સ્થળે પ હજારની પ૦ હજારની છેતરપીંડી કર્યાની કબુાલત આપી હતી.
આ દંપતિએ ર૦૧૬ થી ર૦રપ સુધીમાં ડીસા નજીક આવેલ ઓઢવા ગામે, દાંતીવાડાગામ, સમી તાલુકાના ટુવડગામ, ભાંભર તાલુકાના સોનેપ ગ્રામ, શંખેશ્વર તાલુકાના શીપર ગામ, પાટડલીના મોઢવાણ ગામ, મહેસાણાના બાલાસાણા ગામ, દેત્રોજ તાલકુાના ઓઠવ, રાધનપુર પાસે વડલારા ગામ, ર૦ર૩ માં જસદણના ઘનશ્યામભાઇ પટેલ સહિત અલગ-અલગ પ૭ સ્થળે પ હજારની પ૦ હજારની છેતરપીંડી કર્યાની કબુલાત આપી હતી.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
