<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

ગુજરાત ATSની ટીમ દિલ્હી પહોંચશે : અડાલજથી પકડાયેલા આતંકીઓની કોઈ બ્લાસ્ટમાં ભૂમિકા છે કે નહીં ?:કરશે તપાસ

ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓમાં એક ડોકટર છે તેથી એટીએસ દિલ્હી બ્લાસ્ટની પણ તપાસ કરશે

અમદાવાદ : દિલ્લી બ્લાસ્ટ બાદ હવે ગુજરાત ATSની ટીમ દિલ્હી જશે. દિલ્હીમાં ગઈકાલ સાંજે લાલ કિલ્લા નજીક કારમાં થયેલા બ્લાસ્ટમાં 9થી વધુના મોત થયા હતા. આ કાર બ્લાસ્ટના તાર આતંકી પ્રવૃતિ સાથે જોડાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. એટીએસે ગુજરાતમાંથી પણ 3 આતંકવાદીઓને જબ્બે કર્યાં છે. ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓમાં એક ડોકટર છે તેથી એટીએસ એ પણ તપાસ કરશે તે આતકવાદીઓની ડી ગેંગ સાથે આ ડોકટર કોઈ રીતે સંકળાયેલો છે કે નહીં ?

(6:57 PM IST)