તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
બિલીમોરામાં SMCની ટીમ પર શાર્પશૂટર ગેંગે કર્યું ફાયરિંગ: હોટલમાં દરોડો પાડતા ગોળીબાર:એક શુટરને વાગી ગોળી : ત્રણને દબોચી લીધા
પોલીસે પણ સ્વબચાવમાં ગોળીબાર કરતાં હથિયાર આપવા આવેલા એક શખ્સને ગોળી વાગી: પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ લોકોને ઝડપી પાડ્યા

નવસારી જિલ્લામાં બિલીમોરામાં પોલીસ અને શાર્પ શૂટર ગેંગ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું. માહિતી અનુસાર, હથિયારોની લેવડદેવડ કરતી ગેંગ પર પોલીસની ટીમે દરોડો પાડ્યો ત્યારે ગેંગના શાર્પ શૂટરોએ પોલીસ પર ગોળીબાર કર્યો. પોલીસે પણ સ્વબચાવમાં ગોળીબાર કરતાં હથિયાર આપવા આવેલા એક શખ્સને ગોળી વાગી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે. આ ઘટના બિલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરના કેમ્પસ વિસ્તારમાં બની હતી. હાલમાં નવસારી પોલીસે સમગ્ર બનાવની ગંભીરતાથી તપાસ હાથ ધરી છે અને ગેંગના અન્ય સભ્યોની શોધખોળ શરૂ કરી છે.
વિકાસ સહાય IPS, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં જાહેર કરેલ એલર્ટ અનુસંધાને ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર હથિયાર/દારૂગોળા અંગે માહિતી એકત્રીત કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, તે આધારે શ્રી નિર્લિપ્ત રાય, IPS, નાયબ પોલીસ મહાનિરીક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓના સીધા સુપરવિઝન તેમજ મયુર ચાવડા, પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોને ગેરકાયદેસર હથિયાર/દારૂગોળા અંગે માહિતી એકત્રીત કરી, કાયદેસરની કાર્યવાહી કરવા કામ સોંપવામાં આવેલ.
સ્ટેટ મોનીટરીંગ સેલના પો.ઈન્સ.ચંદ્રશેખર પનારાની ટીમને આજરોજ વહેલી સવારના બાતમી હકિકત મળેલ કે, હરીયાણા, મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજ્યના કેટલાક કુખ્યાત ઈસમો ગેરકાયદેસર હથિયારો સાથે નવસારી ખાતે આવી, આજરોજ સવારના ગણદેવી ખાતે મહાદેવ મંદિરના પાર્કીંગમાં આરોપી મનિષ કાલુરામ કુમાવત હાલ રહે.ગણદેવી, નવસારી, મુળ રહે.રાજસ્થાનના કહેવા પ્રમાણે કોઈ ગંભીર પ્રકારના ગુનાને અંજામ આપવા સારૂ એકઠા થનાર છે. જે માહિતી આધારે તેઓની ટીમના પોલીસ કર્મચારીઓ સાથે ખાનગી વાહનમાં ગણદેવી મહાદેવ મંદિરના પાર્કીંગ ખાતે પહોંચતાં કુલ-૦૪ ઈસમો ત્યાં હાજર હોય, તેઓએ અચાનક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના ખાનગી વાહન ઉપર ગેરકાયદેર પીસ્ટલ જેવા હથિયારથી બે રાઉન્ડ ફાયરીંગ કરતાં, સ્ટેટ મોનીટરીંગ સેલના પો.ઈન્સ.શ્રી ચંદ્રશેખર પનારા દ્વારા સ્વ બચાવમાં ઉપરોક્ત આરોપીઓ ઉપર સરકારી ગ્લોક પીસ્ટલ વડે બે રાઉન્ડ ફાયરીંગ કરેલ, જે પૈકી એક રાઉન્ડ આરોપી યશસીંગ સુંદરસીંગ, રહે.હરીયાણાના પગમાં વાગતા તેને પગે ઈજાઓ થયેલ. ત્યારબાદ, ચારેય આરોપીઓ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા જરૂરી બળપ્રયોગ કરીને ચારેય આરોપીઓને મહાદેવ મંદિરના પાર્કીંગમાંથી જ દબોચી લીધેલ છે
, જે ઝપાઝપી દરમ્યાન સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને તથા આરોપીઓને શરીરે વધતી-ઓછી ઈજાઓ થતાં, તેઓની જરૂરી સારવાર કરાવી, આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ઉપરોક્ત આરોપીઓ પૈકી આરોપી (૧) યશસીંગ સુંદરસીંગ, રહે.હરીયાણા તથા (૨) રીશભઅશોક શર્મા, રહે.મધ્યપ્રદેશ નાઓ ગઈકાલ સાંજના રેલ્વે ટ્રેન મારફતે ગેરકાયદેસર હથિયાર સાથે નવસારી ખાતે આવેલ હતાં જ્યારે આરોપી (3) મદન ગોપીલાલ કુમાવત, રહે.રાજસ્થાનનો રેલ્વે ટ્રેન મારફતે રાજસ્થાનથી નવસારી ખાતે આવેલ હતો. ઉપરોક્ત આરોપીઓ પાસેથી કુલ-૦૩ ગેરકાયદેસર
હથિયારો, જીવતા કારતુસ નંગ-૨૭ તથા અન્ય મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ઉપરોક્ત ત્રણેય આરોપીઓ આરોપી મનિષ કાલુરામ કુમાવતના કહેવાથી ગેરકાયદેસર હથિયારો સાથે ગણદેવી, નવસારી ખાતે આવેલ હતાં અને આરોપી મનિષ કાલુરામ કુમાવત દ્વારા તેઓને કોઈ ગંભીર ગુનાને અંજામ આપવા સારૂ બોલાવેલ હતાં, જેઓ કોઈ ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા તેઓને દબોચી લેવામાં આવેલ છે. તેઓ કયા ગંભીર ગુનાને અંજામ આપવા સારૂ એકઠા થયેલ હતાં. જેની વધુ તપાસ હાલ ચાલુ છે.
ઉપરોક્ત આરોપીઓ વિરૂધ્ધ અગાઉ મર્ડર, એન.ડી.પી.એસ., આર્મ્સ એક્ટ, ખંડણી, મારામારી જેવા ઘણા ગુનાઓ દાખલ થયેલ છે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
