<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

સુરતનાં ગેરેજમાં કામ કરતા આટકોટના મિકેનીકના માથા પર કાર પડતા મોત

આટકોટ તા.૧૨: સુરત સીમાડા નાકા આવેલ હરિરામ મોટર્સ ગેરેજમાં કાર રીપેરીંગ કરતી વખતે જેક છટકી જતા કાર મિકેનિકની માથે પાડતા ગંભીર ઈજાને પગલે મોત થયું હતું.

મૂ આટકોટના વતની અને હાલ વરાછા મીની બજાર સ્‍થિત આવેલ અંકુર સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય જયેશભાઇ વલ્‍લભભાઈ વઘાસિયા સીમાડા નાકા બાપા સીતારામ ચોક પાસે આવેલ હિરરામ મોટર્સ ગેરેજમાં મિકેનિક તરીકે નોકરી કરી પત્‍ની અને સંતાનોનું ભરણપોષણ કરે છે. ગઈકાલે સાંજે જયેશભાઈ ગેરેજમાં કાર રીપેરીંગ કરતા હતા. દરમિયાન કાર નીચે રહેલ જેક છટકી જતા કાર તેમની માથે પડતા ગંભીર ઈજા પહોંચી હતી.

જેથી તેમને ઈજાગ્રસ્‍ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વધુ આગળની તપાસ સરથાણા પોલીસ કરી રહી છે.નાના એવા આટકોટ માં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

(10:35 AM IST)