<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

ગુજરાતના ૧૬૦૦થી વધુ વકીલોને નોટરીના પ્રમાણપત્રો ઍનાયત કરાયા

ગાંધીનગર નેશનલ લો-યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રીના હસ્તે તમામ નોટરીઅોને પ્રમાણપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો ઃ સમગ્ર ગુજરાતભરમાંથી મોટી સંખ્યમાં વકીલો હાજર રહ્ના

રાજકોટ, તા. ૧ર: ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે  આજે નોટરી  પ્રમાણપત્ર ઍનાયત કાર્યક્રમૅ યોજાયો હતો. જેમાં અંદાજે ગુજરાત ભરમાંથી ૧૬૦૦ જેટલા નોટરી વકીલોને પ્રમાણપત્ર ઍનાયત કરાયા હતાં. 
ગુજરાત સરકારના કાયદા વિભાગ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે નિમણુંક પામેલા ઍડવોકેટશ્રીઓના ૅનોટરી પ્રમાણપત્ર ઍનાયતનો કાર્યક્રમૅ  આજે તારીખ - ૧૨/૧૧/૨૦૨૫ૅ ના રોજ ૅગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગરૅ ખાતે સવારે ૯ૅં૩૦ વાગ્યાથી યોજવામાં આવેલ  હતો. 
આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક પામનાર ધારાશાસ્ત્રીઓના જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં સામેલ તમામ ધારાશાસ્ત્રીઓને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા માનનીય કાયદામંત્રી કૌશિકભાઇ વેકરીયાના હસ્તે નોટરી પ્રમાણપત્ર ઍનાયત કરવાનું આયોજન કરવામાં આવેલ  હતું. 
જે ધારાશાસ્ત્રીઓનું નામ આ લિસ્ટમાં સામેલ છે તે તમામ ધારાશાસ્ત્રીઓઍ સંપૂર્ણ ગણવેશમાં આજે ઉપરોકત સ્થળે હાજર રહ્ના હતા. 
આ કાર્યક્રમની રૂપરેખા મુજબ સવારે સવારે ૯-૩૦ વાગ્યે બ્રેકફાસ્ટ બાદ ઉપસ્થિત નોટરી વકીલોનું રજીસ્ટ્રેશન ૧૦-૩૦ વાગ્યેથી શરૂ કરાયેલ અને ત્યારબાદ આ કાર્યક્રમ ૧૧-૩૦ વાગ્યેથી શરૂ થયેલ હતો. જેમાં તમામને નોટરી પ્રમાણ પત્ર ઍનાયત કરાયા હતા. અને ત્યારબાદ કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ સમગ્ર કાર્યક્રમનું ગુજરાત રાજયના ઉપેન્દ્ર ઍમ. ભટ્ટ, સચિવ, કાયદા વિભાગ ત્થા ગુજરાત સરકાર, ગાંધીનગર તેમજ જે. જે. પટેલ, ઍડવોકેટ ચેરમેન, બાર કાઉન્સીલ અોફ ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લા કેટલાંક સમય પહેલા નોટરી તરીકે રાજયભરના લગભગ દરેક તાલુકા અને જીલ્લા મથકોઍ પ્રેકટીશ કરતાં વકીલોની મોટી સંખ્યામાં ગુજરાત સરકાર દ્વારા નોટરી તરીકેની નિમણુંક કરાઇ હતી. ત્યારબાદ નોટરી તરીકેના પ્રમાણ પત્રો મળવાની વકીલો રાહ જાતા હતાં. આજે લગભગ ૧૬૦૦ થી વધુ વકીલોને નોટરી તરીકેના પ્રમાણ પત્રો ઍનાયત કરાયાનું બાર કાઉે.ના ચેરમેન જે. જે. પટેલે જણાવ્યું હતું. (પ-૧૯)

(2:55 PM IST)