તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝૂંબેશ - ૨૦૨૫
લાયકાત ધરાવતા દ્વિસ્તરીય TAT (Sec) -૨૦૨૩ પરીક્ષા પાસ હોય તેવા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો તા.૧૨/૧૧/૨૦૨૫ થી તા.૨૧/૧૧/૨૦૨૫ના રોજ ૨૩:૫૯ કલાક સુધી https://gserc.in/ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે

અમદાવાદ તા.૧૨ :રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝૂંબેશ - ૨૦૨૫ અન્વયે તા.૦૧/૦૩/૨૦૨૫ ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી.
સદર જાહેરાત મુજબ નિયત લાયકાત ધરાવતા દ્વિસ્તરીય TAT (Sec) -૨૦૨૩ પરીક્ષા પાસ હોય તેવા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો તા.૧૨/૧૧/૨૦૨૫ થી તા.૨૧/૧૧/૨૦૨૫ના રોજ ૨૩:૫૯ કલાક સુધી https://gserc.in/ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે. જેની ખાસ નોંધ લેવા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની યાદીમાં જણાવાયુ છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
