<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

અમદાવાદમાં મેમનગર વાળી નાથ ચોક પાસે યુવકોએ ધક્કો મારતા એક આધેડનું મોત

બોલાચાલી બાદ આરોપી યુવકોએ આધેડને ધક્કો માર્યો જેના કારણે તેઓ જમીન પર પટકાયા અને બાદમાં ઊભા ન થઈ શક્યા

અમદાવાદમાં મેમનગર વાળી નાથ ચોક પાસે દુઃખદ ઘટના બની છે, જ્યાં યુવકોએ ધક્કો મારતા એક આધેડનું મોત થયું છે. માહિતી મુજબ, બોલાચાલી બાદ આરોપી યુવકોએ આધેડને ધક્કો માર્યો હતો, જેના કારણે તેઓ જમીન પર પટકાયા અને બાદમાં ઊભા ન થઈ શક્યા. ગંભીર ઈજાઓને કારણે તેમની મોત થઈ ગઈ હતી. ઘટનાના CCTV ફૂટેજ મળ્યા બાદ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે

(7:09 PM IST)