તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
ગોધરા-અમદાવાદ રોડ પરથી 82 કટ્ટા શંકાસ્પદ ચોખા ભરેલા ટેમ્પો ઝડપાયો : અનાજ માફીયાઓમાં ફફડાટ
પુરવઠા વિભાગ દ્વારા ચોખાનો જથ્થો અને ટેમ્પો મળી કુલ રૂ. 8 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો સગેવગે થતો હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગોધરા બી-ડીવીઝન પોલીસે ગોધરા-અમદાવાદ રોડ પરથી 82 કટ્ટા શંકાસ્પદ ચોખા ભરેલા એક ટેમ્પાને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીને પગલે અનાજ માફીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોધરા બી-ડીવીઝન પોલીસને શંકાસ્પદ અનાજની હેરાફેરી અંગે બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ગોધરા-અમદાવાદ રોડ પર વોચ ગોઠવી હતી, તે દરમિયાન શંકાસ્પદ ટેમ્પાને અટકાવી તલાશી લેવામાં આવી હતી. ટેમ્પામાંથી 82 કટ્ટા ચોખાનો જથ્થો મળી આવતા પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી હતી.
પોલીસે તાત્કાલિક આ મામલે પુરવઠા વિભાગને જાણ કરી હતી. પુરવઠા વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ચોખાના જથ્થા તેમજ ટેમ્પાને કબ્જે લીધો હતો. પુરવઠા વિભાગ દ્વારા ચોખાનો જથ્થો અને ટેમ્પો મળી કુલ રૂ. 8 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
