News of Wednesday, 12th November 2025
સુરત RFO સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં પતિ નિકુંજ સોલંકી સહિત એકની ધરપકડ
કોર્ટમાં સરેન્ડર અરજી નામંજૂર થતા બંનેની કોર્ટ બહારથી અટકાયત કરી લેવાઈ

સુરતમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકી પર ફાયરિંગ કરવાના કેસમાં તેના પતિ નિકુંજ સોલંકી અને સાથી ઈશ્વર ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ કામરેજની કઠોર કોર્ટમાં સરેન્ડર માટે અરજી કરી હતી, જે નામંજૂર થતાં બન્નેની કોર્ટ બહારથી અટકાયત કરવામાં આવી હતી. આરોપીઓ સીમ કાર્ડ બદલીને જુદા-જુદા રાજ્યોમાં છુપાયા હતા. આ ઘટના પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા અણબનાવનું પરિણામ છે; થોડા દિવસો પહેલા જ સોનલની કારમાંથી એક GPS ટ્રેકર પણ મળી આવ્યું હતું.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
