News of Thursday, 13th November 2025
અમદાવાદના રખિયાલમાં બાળકોના ઝઘડામાં વાલીઓ વચ્ચે મારામારી: મહિલા પર એસિડ ફેંકવાની ધમકી
રખિયાલ પોલીસે આ કેસમાં કાર્યવાહી કરીને ચાર આરોપીઓ – મહેબૂબ પઠાણ, ગુફરાન પઠાણ, ગુલસાદ પઠાણ અને આઝમ ખાન પઠાણની ધરપકડ કરી

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી ફલક હાઇટ્સ બિલ્ડિંગમાં બાળકોના ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં વાલીઓ સામસામે આવીને મારામારી પર ઉતરી આવ્યા હતા. મારામારી દરમિયાન એક વાલીએ અન્ય બાળકની માતાને ગાળો આપી હતી અને ઝઘડા બાદ આરોપીએ મહિલાને એસિડ ફેંકવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના બિલ્ડિંગના CCTV કેમેરામાં કેદ થઈ હતી. રખિયાલ પોલીસે આ કેસમાં કાર્યવાહી કરીને ચાર આરોપીઓ – મહેબૂબ પઠાણ, ગુફરાન પઠાણ, ગુલસાદ પઠાણ અને આઝમ ખાન પઠાણની ધરપકડ કરી છે.
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
