<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

જંબુસર યુવા કોંગ્રેસ પ્રમુખ સામે ફરિયાદ નોંધાઈ : પાલિકામાં કચરો નાખી વિરોધ કરવો મોંઘો પડ્યો

આમોદ નપાના સેનેટરી ઇન્સ્પેક્ટરે કોંગ્રેસ નેતા કેતન મકવાણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

ભરૂચના જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણા સામે આમોદ નગરપાલિકા (નપા)માં કચરો નાંખી વિરોધ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આમોદમાં ડોર-ટુ-ડોર કચરાની ગાડી સમયસર ન આવતા, તેમણે વિરોધ કરવા માટે આ પદ્ધતિ અપનાવી હતી. આ વિરોધના પગલે આમોદ નપાના સેનેટરી ઇન્સ્પેક્ટરે કોંગ્રેસ નેતા કેતન મકવાણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમોનો સમાવેશ થાય છે.

(12:29 AM IST)