<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

નાગરિકોને મળવા સોમ-મંગળ ફાળવો, રસ્તાઓની ગુણવત્તા તપાસો: મુખ્યમંત્રીની કેબિનેટને કડક સૂચના

રસ્તાના કામની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવાશે નહીં અને નબળા કામ માટે જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાપ્તાહિક કેબિનેટ બેઠકમાં મંત્રીઓને વહીવટમાં પારદર્શિતા અને પ્રજાલક્ષી અભિગમ સુનિશ્ચિત કરવા માટે કડક સૂચનાઓ આપી છે. તેમણે તમામ મંત્રીઓને દર સપ્તાહે સોમવાર અને મંગળવારના રોજ ફરજિયાતપણે નાગરિકો અને જનપ્રતિનિધિઓની રજૂઆતો સાંભળવા માટે ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.
આ ઉપરાંત, ચોમાસા બાદ રાજ્યભરના રસ્તાઓની સ્થિતિની સમીક્ષા કરવા અને તાત્કાલિક સમારકામ હાથ ધરવા પણ આદેશ આપ્યો છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે રસ્તાના કામની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવાશે નહીં અને નબળા કામ માટે જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે.

 

(12:45 AM IST)