તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
સંઘના શતાબ્દી વર્ષ નિમિતે વ્યાખ્યાનમાળા, પ્રદર્શન, મલ્ટી મીડિયા શોનું ભુપેન્દ્રભાઈના હસ્તે ઉદ્ઘાટન
સંઘના ૧૦૦ વર્ષની સફરમાં દુર્લભ દસ્તાવેજો, ફોટોગ્રાફસ અને સંઘના મહાનાયકોના વિચારોનું પ્રદર્શન : ડો.કૃષ્ણગોપાલજી, સી.આર.મુકુંદજી, અતુલ લિમયેજી, અને આલોક કુમારજીનું વ્યાખ્યાનઃ સ્મારક સિક્કાનું વેચાણ

રાજકોટઃ ભારતીય વિચાર મંચ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સંધની શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા વિષય પર વ્યાખ્યાન માળા, પ્રદર્શન અને મલ્ટીમીડિયા શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું.
આ વ્યાખ્યાનમાળામાં સંઘના ૧૦૦ વર્ષની સફર દરમિયાન દુર્લભ દસ્તાવેજો, ફોટોગ્રાફસ અને સંઘના મહાનાયકોના વિચારોનું પ્રદર્શન તેમજ, સ્વતંત્રતા આંદોલનથી લઈને રાષ્ટ્રીય એકતામાં સંઘની ભૂમિકા સહિત, ગાંધીજી, સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર અને કનૈયાલાલ મુનશી જેવા યુગનાયકો સાથે સંઘનો વિચાર સંવાદ જેવા અનેક અજાણ્યા પાસાને ઉજાગર કરતો મલ્ટીમીડિયા શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ચાર દિવસીય વ્યાખ્યાનમાળાના પ્રથમ દિવસે સંઘના વરિષ્ઠ સહસરકાર્યવાહ ડો. કૃષ્ણગોપાલ જી મુખ્ય સંબોધક તરીકે માર્ગદર્શન આપશે. જ્યારે દ્વિતીય, તૃતીય અને ચતુર્થ દિવસે ક્રમશઃ શ્રી સી. આર. મુકંદ જી, શ્રી અતુલ લિમયે જી અને શ્રી આલોક કુમાર જી દ્વારા વ્યાખ્યાન આપવામાં આવશે. આ સમગ્ર વ્યાખ્યાનમાળામાં સંઘના આદ્ય સરસંઘયાલક પૂ. ડો. કેશવરાવ હેડગેવાર થી લઈને વર્તમાન સરસંઘચાલક પૂ. ડો. મોહનરાવ ભાગવત સુધીના તમામ સરસંઘચાલકોએ સંઘને આપેલી દિશા, દ્રષ્ટિ અને યોગદાન વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
ડો. કૃષ્ણગોપાલ જી દ્વારા યુગદ્રષ્ટા ડો.કેશવ બલિરામ હેડગેવાર વિષે પ્રવચન માં તેમણે ડો.હેડગેવારને આધુનિક ભારતના ઇતિહાસમાં મહત્વના રાષ્ટ્રનાયક અને સંગઠનકર્તા તરિકે બિરદાવ્યા હતા. નાગપુરમાં જન્મેલા હેડગેવારે વૈધક શાષનો અભ્યાસ કર્યા બાદ પોતાના જીવનને રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત કર્યું હતું.
પ્રારંભિક દિવસોમાં ડો.હેડગેવાર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે જોડાયા હતાં, પરંતુ તેમણે અનુભવું કે સ્વતંત્રતા અને રાષ્ટ્રીય જીવનની મજબૂતાઇ માત્ર રાજકીય સંઘર્ષથી નહીં, પરંતુ સંગઠિત, જાગૃત અને સાંસ્કૃતિક રીતે સશક્ત સમાજ દ્વારા જ શક્ય છે. આ બાબતને ધ્યાનમાં રાખી તેમણે ૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી, જેમાં સમાજનું સંગઠન અને રાષ્ટ્રભાવના મજબૂત કરવી મુખ્ય ધ્યેય હતા.
સંઘના વરિષ્ઠ સહસરકાર્યવાહ ડો. કૃષ્ણગોપાલ જી એવું દ્રઢપણે માને છે કે, ડો. હેડગેવાર માત્ર એક સંગઠન સ્થાપક જ નહોતા, પરંતુ એક વિચારક, રાષ્ટ્રભક્ત, ક્રાંતિકારી અને માર્ગદર્શક પુરુષ હતા, જેમની જીવનસાધનાએ ભારતીય સમાજને નવી દિશા અને પ્રેરણા આપી છે.
ભારતીય વિચાર મંચ આયોજિત વ્યાખ્યાનમાળાનો મુખ્ય હેતુ સમાજના પ્રબુદ્ધ વર્ગ, વિવિધ ક્ષેત્રોના ચિતકો, વિચારકો અને પ્રભાવશાળી વ્યક્તિઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વાસ્તવિક સ્વરૂપ, તેની રાષ્ટ્રનિષ્ઠ વિચારોની પરંપરા, તથા સમાજ હિતમાં થયેલા સતત પ્રયત્નોથી પરિચિત કરાવવાનો છે.
સંઘની શતાબ્દી યાત્રા - નેતૃત્વની દિશા અને ભૂમિકા વિષય સાથે આયોજિત આ વ્યાખ્યાન માળાની અન્ય વિશેષતા એ પણ છે કે, ભારત સરકારની ટંકશાળ (મિન્ટ), મુંબઈ દ્વારા 100 Years of RSS સ્મારક સિક્કાના વિશેષ વેચાણ કેન્દ્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે આ કાર્યક્રમ વધુ ઐતિહાસિક બની રહ્યો છે. ભારતીય વિચાર મંચ આ પ્રકારના સિક્કાઓને સંગ્રહિત કરવાના ઈચ્છુક મિત્રોને મુલાકાત લેવા માટે આમંત્રણ અપાયું છે.
આ પ્રસંગે ભારતીય વિચાર મંચ ના મહામંત્રી શ્રી ઇશાન જોશીએ જણાવ્યું હતું કે, સંઘના શતાબ્દી વર્ષ એ માત્ર એક સંસ્થા માટે નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રના ઉદ્દદ્વોધનનો પ્રસંગ છે. આ કાર્યક્રમ દ્વારા સંઘની મૂલ્યપ્રેરિત યાત્રાને સમજી રાષ્ટ્ર જીવનમાં નવો ઉત્સાહ અને વૈચારિક શક્તિ નિર્માણ થાય એ અમારો ઉદ્દેશ છે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
